Gold Rate Today: સોનું આજે ફરીથી તૂટ્યું, ચાંદીમાં પણ જોરદાર કડાકો, ઘટેલા ભાવે સોનું લેવાની સોનેરી તક, જાણો લેટેસ્ટ રેટ
સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જો કે જે લોકો સોનું અને ચાંદી લેવાનું વિચારી રહ્યા હોય તેમના માટે આનંદના સમાચાર છે કારણ કે નવા વર્ષ પહેલા સોનું અને ચાંદી સુસ્ત જોવા મળી રહ્યું છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો ફટાફટ નવા રેટ ચેક કરો.
Trending Photos
સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જો કે જે લોકો સોનું અને ચાંદી લેવાનું વિચારી રહ્યા હોય તેમના માટે આનંદના સમાચાર છે કારણ કે નવા વર્ષ પહેલા સોનું અને ચાંદી સુસ્ત જોવા મળી રહ્યું છે. ઘરેલુ વાયદા બજારમાં સોનું હળવી તેજીમાં પહોંચ્યું જ્યારે ચાંદી નબળી પડી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું નબળું પડ્યું છે. કારણ કે બજારને હવે નવા ટ્રિગર્સનો ઈન્તેજાર છે. વાયદા બજાર અને શરાફા બજારના લેટેસ્ટ રેટ.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 149 રૂપિયા ગગડીને 76,045 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. જે કાલે તૂટીને 76,194 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 1,495 રૂપિયા ગગડીને 85,680 રૂપિયા પર પહોંચી છે. જે કાલે સાંજે પણ ઘટાડા સાથે 87,175 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/CPnteehK29
— IBJA (@IBJA1919) December 31, 2024
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/Jp23uwEM2F
— IBJA (@IBJA1919) December 31, 2024
વાયદા બજારમાં ભાવ
આજે સવારે વાયદા બજારમાં સોનું 41 રૂપિયા ઉપર 76,301 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. કાલે તે 76,260 પર બંધ થયું હતું. ચાંદી આ દરમિયાન 233 રૂપિયાના કડાકા સાથે 87,298 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી. કાલે તે 87,531 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે