Indias First Glass Bridge: અબ લિઝિયે મઝા...હવે ચીન જવાની જરૂર નથી, ભારતમાં અહીં જ આવેલો છે કાચનો બ્રિજ

Glass Bridge in India: ધનુષાકાર આર્ક ગ્લાસ બ્રિજ ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ લેન્ડસ એન્ડનું લેટેસ્ટ અટ્રેક્શન હશે.

Indias First Glass Bridge: અબ લિઝિયે મઝા...હવે ચીન જવાની જરૂર નથી, ભારતમાં અહીં જ આવેલો છે કાચનો બ્રિજ

Thiruvalluvar Statue: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સોમવારે સાંજે કન્યાકુમારીના તટ પર વિવેકાનંદ રોક મેમોરિયલ અને 133 ફૂટ ઉંચી તિરૂવલ્લુવર પ્રતિમાને જોડતો 77 મીટર લાંબો અને 10 મીટર પહોંળો કાચના પુલનું ઉદ્ધઘાટન કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે આ કાચનો પુલ દેશનો પહેલો એવો પુલ છે, જે પર્યટકોને બે વિદ્ધાનોના સ્મારકો અને આસપાસના દરિયાનો શાનદાર વ્યૂ દર્શાવે છે. એક પર્યટન અધિકારીએ જણાવ્યું કે, "તે સમુદ્ર પર ચાલવાનો એક રોમાંચક અનુભવ પૂરો પાડે છે."

રાજ્ય સરકાર દ્વારા 37 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવેલા આ પ્રોજેક્ચનું ઉદ્ધઘાટન દિવંગત મુખ્યમંત્રી એમ. કરૂણાનિધિ દ્વારા તિરૂવલ્લુવર પ્રતિમાના અનાવરણની રજત જયંતીના અવસર પર કરવામાં આવ્યું. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન વિવેકાનંદ સ્મારક અને તિરૂવલ્લૂવર પ્રતિમાને જોડતો ગ્લાસ બ્રિજનું ઉદ્વઘાટન દરમિયાન તેના પર ચાલ્યા. ધનુષાકાર આર્ક ગ્લાસ બ્રિજ ખાસ તરીકે ડિઝાઈન કરવામાં આવ્યો છે. તે લેન્ડસ એન્ડનું લેટેસ્ટ અટ્રેક્શન હશે.

ઉદ્વઘાટન બાદ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન, રાજ્યના મંત્રીઓ, સાંસદ કનિમોજી અને વરિષ્ઠ અધિકારીઓની સાથે પુલ પર ચાલ્યા. તિરૂવલ્લૂવર પ્રતિમા પર લેજર લાઈટ શોનું ઈઆયોજન કરવામાં આવ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news