શિયાળામાં વરસાદ કેમ આવે છે? વાતાવરણમાં હલચલ કરતી આ અદભૂત ઘટના જાણવા જેવી છે
Coldwave Alert In Gujarat : જાન્યુઆરીની શરૂઆત તોફાની બની રહેવાની છે. કારણ કે, એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આવી રહ્યું છે. આવામાં ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર તોફાની બનવા જઈ રહ્યું છે. પરંતું તમને સવાલ થશે કે શિયાળામાં કેમ વરસાદ આવે છે, તો તેનું કારણ જાણી લઈએ.
ક્યાં કેટલું તાપમાન
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે નલિયામાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય કરતા 2.3 ડિગ્રીના તાપમાન વધુ નોંધાયું છે. અમદાવાદ 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 15.8 , રાજકોટમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું. તો સુરતમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 10.2 ડિગ્રી અને ડીસામાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે, આગામી 5 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. આગામી સમયમાં અમદાવાદમાં લઘુતમ 15 ડિગ્રી રહેશે. ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે.
મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે
દેશનું હવામાન ફરી એકવાર બદલાવા જઈ રહ્યું છે. જે જાન્યુઆરીમાં લોકોની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે 4 જાન્યુઆરીથી ઉત્તર ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જે હિમાલયના પ્રદેશો અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદનું કારણ બની શકે છે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં પણ વધારો જોવા મળી શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 2-3 દિવસ સુધી ગાઢ થી અત્યંત ગાઢ ધુમ્મસ અને "ઠંડા દિવસની સ્થિતિ" યથાવત રહેવાની શક્યતા છે.
શિયાળામાં કેમ આવે છે વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ એક હવામાનશાસ્ત્રીય ઘટના છે જે ભૂમધ્ય સમુદ્રમાંથી આવતા ભેજ-સમૃદ્ધ પવનોને કારણે થાય છે. તે ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં શિયાળા દરમિયાન હિમવર્ષા અને વરસાદનું કારણ બને છે. 1 થી 3 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષા અને હળવો વરસાદ થઈ શકે છે. 4 અને 5 જાન્યુઆરીએ વ્યાપક વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લઘુત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
IMD એ આગાહી કરી છે કે આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં દિવસ દરમિયાન ઠંડી અને ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં હજુ પણ કોલ્ડવેવની સ્થિતિ યથાવત છે. હવામાનશાસ્ત્રીઓના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મુખ્યત્વે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જોવા મળશે. આ સાથે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. આઈએમડીના વૈજ્ઞાનિક સોમા સેન રોયે કહ્યું કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે જેના કારણે ઠંડીની તીવ્રતા ઘટી શકે છે. જોકે, ગુજરાત પર તેની શું અસર થશે તે હજી જાણવા મળ્યું નથી.
Trending Photos