Air Conditioner Life: કેટલા વર્ષો સુધી વાપરવું જોઈએ AC? જેમ જુનું થાય એસી તેમ વધે બીલ અને જોખમ
Air Conditioner Life:ગરમીના દિવસોમાં લોકો નવા એસી પણ વધારે ખરીદે છે. જે લોકોના ઘરમાં એસી પહેલાથી જ હોય તેઓ એસીનું સર્વિસિંગ કરાવે છે. તેથી એસી બરાબર કુલિંગ આપતું રહે. પરંતુ શું તમને ખબર છે કે એસી કેટલા વર્ષ જુનું થાય ત્યાં સુધી વાપરવું જોઈએ ?
Trending Photos
Air Conditioner Life: ઉનાળામાં એસીનો ઉપયોગ કરવો સામાન્ય વાત છે. ગરમીથી બચવા માટે આ બેસ્ટ રસ્તો છે. ખાસ કરીને આજના સમયમાં જ્યારે ઉનાળામાં તાપમાન 45, 50 ડિગ્રી થી જાય છે ત્યારે હીટવેવથી બચવા માટે એસી જ કામ આવે છે. એસી શરુ કરીએ એટલે થોડી જ વારમાં રુમ ઠંડો થઈ જાય છે અને જાણે ગરમી છે જ નહીં તેવું લાગે છે.
ગરમીના દિવસોમાં લોકો નવા એસી પણ વધારે ખરીદે છે. જે લોકોના ઘરમાં એસી પહેલાથી જ હોય તેઓ એસીનું સર્વિસિંગ કરાવે છે. તેથી એસી બરાબર કુલિંગ આપતું રહે. પરંતુ શું તમને ખબર છે કે એસી કેટલા વર્ષ જુનું થાય ત્યાં સુધી વાપરવું જોઈએ ? જી હાં એસીની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી પરંતુ વધારે જુનું એસી વાપરે રાખવાથી નુકસાન કરી શકે છે. જૂના એસીના કારણે બીલ વધુ આવી શકે છે, સર્વિસ અને રિપેરિંગ ખર્ચ વધી શકે છે અને કેટલાક કિસ્સામાં એસી બ્લાસ્ટ પણ થઈ શકે છે.
કેટલા વર્ષ સુધી વાપરી શકાય AC?
વર્તમાન સમયમાં માર્કેટમાં મળતા એસીના કંપ્રેસરની 10 વર્ષની વોરંટી આવે છે. એટલે કે 10 વર્ષ સુધી તમે બિંદાસ્ત એસી વાપરી શકો છો. વિંડો એસીને પણ 8 થી 10 વર્ષ સુધી વાપરી શકાય છે. જ્યારે સ્પ્લિટ એસીને 10 થી 15 વર્ષ સુધી યુઝ કરી શકાય છે.
જો આટલા વર્ષથી વધુ જુનુ એસી તમે વાપરો છો તો તેની રેગ્યુલર સર્વિસ અને મેંટેનન્સનું ધ્યાન રાખવું. કારણ કે એસી જેમ જુનું થાય તેમ તેને વધારે મેંટેનન્સની જરૂર પડે છે. જેમ જેમ એસી જુનું થાય છે તેમ તેના પાર્ટ્સ પણ ખરાબ થવા લાગે છે. એસીમાં ધૂળ પણ જામી જતી હોય છે જેના કારણે તેની સર્વિસ કરાવવી જરૂરી છે. જો તમે આમ નથી કરતા અને વર્ષો જુનું વાપરે રાખો છો તો એસીમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે