Sonakshi Sinha: લગ્ન પહેલા સાસરે પહોંચી સોનાક્ષી, સાસુ-સસરા, નણંદ સાથેનો ફોટો થયો વાયરલ

Sonakshi Sinha: લગ્નની ચર્ચાઓ વચ્ચે સોનાક્ષી સિંહા પોતાના સાસરે પહોંચી હતી. જહીર ઈકબાલના પરિવાર સાથે સોનાક્ષી સિંહાએ સમય પસાર કર્યો અને સાથે જ ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. આ ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

Sonakshi Sinha: લગ્ન પહેલા સાસરે પહોંચી સોનાક્ષી, સાસુ-સસરા, નણંદ સાથેનો ફોટો થયો વાયરલ

Sonakshi Sinha: જો ખબર માની હતો 23 જુને સોનાક્ષી સિંહા જહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. 23 જુને જહીર અને સોનાક્ષી કોર્ટ મેરેજ કરશે અને ત્યાર પછી એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નજીકના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્નની ચર્ચાઓ વચ્ચે સોનાક્ષી સિંહા પોતાના સાસરે પહોંચી હતી. જહીર ઈકબાલના પરિવાર સાથે સોનાક્ષી સિંહાએ સમય પસાર કર્યો અને સાથે જ ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. આ ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

સોનાક્ષી સિંહાનો આ ફોટો તેની નણંદ સનમ રતાનસીએ પોતાના ઈંસ્ટાગ્રામના સ્ટોરી સેક્શનમાં શેર કર્યો હતો. જેમાં સોનાક્ષી સિંહા પરિવાર સાથે ફોટો ક્લિક કરાવતી જોવા મળે છે. 

ફોટોમાં સોનાક્ષી પિંક કલરના શર્ટ અને લુઝ પજામામાં જોવા મળે છે. તેની બાજુમાં આજે તેના સસરા ઈકબાલ રતાનસી, જહીર, તેની માતા અને તેની બહેન જોવા મળે છે. આ ફોટોમાં જહીરના પરિવાર સાથે અભિનેત્રી ખુશ જોવા મળે છે. 

કોણ કોણ છે જહીરના પરિવારમાં ? 

સોનાક્ષી સિંહાના નવા પરિવારમાં કુલ પાંચ લોકો છે. જહીર ઈકબાલના પરિવારમાં તેના માતા તેના પિતા બે ભાઈઓ અને એક બહેનનો સમાવેશ થાય છે. સોનાક્ષી સિંહાના સસરાનું પૂરું નામ ઈકબાલ રતાનસી છે. તેઓ એક પ્રખ્યાત બિઝનેસમેન છે. શહેરની માતા હાઉસવાઈફ છે. જ્યારે જહીરની બહેન સનમ સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ છે. જહીર પોતે એક્ટર છે પરંતુ તેનો ભાઈ કોમ્પ્યુટર એન્જિનિયર છે. 

સોનાક્ષી અને જહીરના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે પરંતુ હજુ સુધી આ લગ્નને લઈને બંને કલાકારો કે તેમના પરિવારના સભ્યોએ પુષ્ટી કરી નથી. ચર્ચાઓ એવી પણ છે કે 23 તારીખે લગ્ન પહેલા 19 જૂને સંગીતનું ફંકશન કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news