વર્લ્ડ કપ News

જે સચિન, સહેવાગ અને રોહિત ના કરી શક્યા એ રેકોર્ડ કોહલીએ કર્યો, વિરાટે રચ્યો ઈતિહાસ
Virat Kohli T20 World Cup: વિરાટ કોહલી, જે તેના T20 વર્લ્ડ કપ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, બાંગ્લાદેશ સામેની મેચમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યો હતો. ભલે તે અડધી સદી કે મોટો સ્કોર ન બનાવી શક્યો, પરંતુ તેણે 37 રનની ઈનિંગમાં કેટલાક શાનદાર શોટ્સ ફટકારીને ફોર્મમાં પાછા ફરવાના સંકેત દેખાડી દીધા. આ ઇનિંગ દરમિયાન વિરાટ કોહલીની ઘણી સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેણે ICC ટૂર્નામેન્ટમાં રેકોર્ડની હેટ્રિક બનાવી છે. તમને જણાવી દઈએ કે આ મેચ 50 રને જીતીને ભારતે સેમીફાઈનલની ટિકિટ લગભગ કન્ફર્મ કરી લીધી છે. T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ભારત અને બાંગ્લાદેશની ટીમો સામસામે આવી હતી. આ મેચમાં વિરાટ કોહલી મોટી ઇનિંગ રમી શક્યો ન હતો, પરંતુ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેણે એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કોહલી જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે તે સામાન્ય રીતે કોઈને કોઈ રેકોર્ડ બનાવે છે. વિરાટે આ વખતે એન્ટીગુઆમાં પણ આવું જ કર્યું છે.
Jun 23,2024, 14:06 PM IST
T20 World Cup માં ભારત માટે સૌથી મોટો ખતરો બની શકે છે આ 5 વિદેશી ખેલાડીઓ
T20 WORLD CUP 2024: T20 વર્લ્ડ કપ શરૂ થવામાં એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. આ વખતે આ ટૂર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા રમાશે. આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકા ICC ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં માત્ર હોસ્ટિંગ જ નહીં, અમેરિકન ટીમ પણ ભાગ લઈ રહી છે. T20 વર્લ્ડ કપમાં અમેરિકા સિવાય ICCની ઘણી સહયોગી ટીમો જોવા મળશે. અહીં અમે સહયોગી દેશોના એવા પાંચ ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેઓ ટૂર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનથી ધૂમ મચાવી શકે છે. એક્સપર્ટ તો એવું પણ કહી રહ્યાં છેકે, આ 5 ખેલાડીઓ T20 વર્લ્ડ કપમાં રીતસરનો તહેલકો મચાવી શકે છે. ટીમ ઈન્ડિયા માટે આ ખેલાડીઓ બની શકે છે સૌથી મોટો ખતરો. એમાંથી એક ખેલાડી તો મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ રમી ચુક્યો છે.
May 8,2024, 17:20 PM IST

Trending news