વરસાદથી તળાવ બન્યુ મેદાન, મેચ રમ્યા વગર જ ફાઈનલમાં પહોંચી જશે ભારત! જાણો નવો નિયમ

IND vs ENG Semi Final 2: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ મેચ ગુયાનામાં રમાશે. આ શહેરમાં ભારે વરસાદને કારણે મેદાન તળાવ બની ગયું છે. આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જેથી જાણો કઈ ટીમને થશે સૌથી મોટો ફાયદો...

વરસાદથી તળાવ બન્યુ મેદાન, મેચ રમ્યા વગર જ ફાઈનલમાં પહોંચી જશે ભારત! જાણો નવો નિયમ

T20 World Cup 2024 Semi Final 2: ભારતમાં હાલમાં તમામ ક્રિકેટ પ્રેમીઓ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી સેમીફાયનલની રાહ જોઈને બેઠા છે.  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ મેચ ગુયાનામાં રમાશે. ભારતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડ માટે આ મેચમાં જીત આસાન નહીં હોય.  સૌથી મોટી વાત એ છે કે, સેમી ફાઈનલ મેચના નિયમોની વાત કરીએ તો આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદ થશે તો ટીમ ઈન્ડિયાને ફાયદો થશે.

ભારતે તેની તમામ ગ્રુપ મેચ જીતી લીધી છે. આ પછી તેમણે સુપર 8ની તમામ મેચો જીતી છે. હવે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ઇંગ્લેન્ડની વાત કરીએ તો, તેઓએ સુપર 8માં 3 મેચ રમી અને 2 મેચ જીતી લીધી છે. T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલ મેચ અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થાય છે તો તેના માટે વધારાનો સમય રાખવામાં આવ્યો છે. આ મેચ માટે 250 મિનિટ વધારાની રાખવામાં આવી છે. પ્રથમ સેમિફાઇનલ મેચ માટે 60 મિનિટનો વધારાનો સમય છે. આ સાથે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. આથી પ્રથમ મેચ માટે ફાયદો છે. બીજી મેચ માટે સમય વધારે રખાયો છે પણ હાલમાં જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે. 

સેમીફાઈનલ રદ્દ થશે તો ભારતને થશે ફાયદો-
જો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થશે તો કેપ્ટન રોહિત શર્માને ફાયદો થશે. ભારતની ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે. નિયમો અનુસાર બીજી સેમીફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જેના કારણે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી ટીમ ફાઈનલમાં જશે. સુપર 8ના ગ્રુપ 1ના પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ટોપ પર છે. 

સેમીફાઈનલ મેચ 27 જૂને ગુયાનામાં રમાશે-
ICC T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો 27 જૂને IST રાત્રે 8 વાગ્યે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એક પણ મેચ હાર્યા વિના સેમિફાઇનલમાં પહોંચી છે. દરમિયાન, 27 જૂને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ પર વરસાદનો ખતરો છે. આઈસીસી દ્વારા આ વખતે ભારત અને ઈંગ્લેન્ડની સેમિફાઈનલ મેચ માટે રિઝર્વ ડેની જોગવાઈ કરવામાં આવી નથી. રિઝર્વ ડે માત્ર પ્રથમ સેમિફાઇનલ માટે  છે, જેમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમો સામસામે આવશે. આનો અર્થ એ છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર મધ્યરાત્રિથી આગળ અને શુક્રવારની સવાર સુધી ચાલી શકે છે.

જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો ભારતીય ટીમ ફાઇનલમાં જશે-
હવે સવાલ એ છે કે જો આ પછી પણ વરસાદ બંધ નહીં થાય અને મેચ નહીં થાય તો શું થશે. જો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો ભારત ફાઇનલમાં પહોંચી જશે કારણ કે તે સુપર 8માં ગ્રુપ 1માં ટોચ પર છે. અને ત્રણેય મેચ જીતી છે. આટલું જ નહીં ICCએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે સેમી ફાઈનલ અને ફાઈનલમાં ઓછામાં ઓછી 10 ઓવરની મેચ હોવી જરૂરી છે. પહેલા એવું બનતું હતું કે જો બંને ટીમ ઓછામાં ઓછી 5 ઓવર રમે તો મેચ પૂર્ણ માનવામાં આવતી હતી અને ત્યાર બાદ તેનું પરિણામ જાહેર કરવામાં આવતું હતું. આમાં, ડકબર્થ-લુઇસ પદ્ધતિનો ઉપયોગ કરીને પરિણામની ગણતરી કરવામાં આવતી હતી, પરંતુ હવે ઓછામાં ઓછી દસ ઓવરની મેચ હોવી જરૂરી છે.

ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં આ સૌથી મોટી ટૂર્નામેન્ટ હોવાથી, ICC એવી કોઈ કસર છોડવા માંગતું નથી જેની પાછળથી ટીકા થઈ શકે. આવી સ્થિતિમાં, ICCનો પ્રથમ પ્રયાસ કોઈપણ સંજોગોમાં દસ ઓવરની મેચ કરાવવાનો રહેશે. પરંતુ જો દરેક પ્રયાસ નિષ્ફળ જશે તો ભારતીય ટીમને સીધી ફાઈનલમાં લઈ જવામાં આવશે. એટલે કે મેચ થયા વિના પણ ટીમ ઈન્ડિયાને ફાયદો થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news