પત્નીની હત્યા News

સસરાએ કહ્યું રોકડા રૂપિયા આપ નહી તો દિકરી પાછી આપ, જમાઇએ યુવતી સાથે કર્યું એવું કારસ
જિલ્લાના ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હોવાની માહિતી મળતા પોલીસ દોડતી થઇ હતી. જો કે આ ઘટના આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આદિવાસી સમાજના રિવાજ મુજબ યુવતીનો પરિવાર યુવક પાસેથી નાણાની માંગણી કરી પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા યુવકે જ પત્નીની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. સમગ્ર ઘટનાની વિગત મુજબ ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં રહેતા કેરુભાઈ ભાંગડાભાઇ ડાવર મૂળ મધ્યપ્રદેશ અલીરાજ પત્ની જમકુબેન (ઉ.વર્ષ-૨૪) સાથે ડાંગરા ગામના મનસુખ ભંડેરીની વાડીએ ખેત મજૂરી કામ કરતા હતા.
Jul 30,2021, 19:24 PM IST
પતિનો 25 લાખનો વીમો પકવવા માટે ભાઇની મદદથી પત્નીએ ફિલ્મી અંદાજમાં કરી નાખી હત્યા
  ગોંડલ તાલુકાના વેકરી ગામ નજીકના ડેમમાં ગત્ત મોડી રાત્રેએ કારમાં 2 પુરૂષોના લાશ મળી આવી હતી. મર્ડર મિસ્ટ્રીની ઘટનામાં પતિની 8 વીઘા જમીન અને 25 લાખની પોલિસી માટે પત્ની અને મૃતકના સાળાએ કાવતરૂ ઘડી તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાની વિગતો સામે આવી છે. જૂનાગઢ LCB એ મૃતકના સાળાને દબોચી લઇને ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યો છે. જ્યારે મૃતકની પત્નીની શોધખોલ ચાલી રહી છે. ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર જૂનાગઢ રહેતા રમેશભાઇ કલાભાઇ બાલધા તેની પત્ની મંજુ ઉર્ફે મરિયન અને રમેસભાઇના સાળા એટલે કે મંજુના ભાઇ નાનજી ઉર્ફે નાસીર ભીમા ત્રણ દિવસ પહેલા ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવા માટે ગયા હતા. 
Oct 16,2020, 16:08 PM IST

Trending news