આડા સંબંધનો કરૂણ અંજામ...નાની ઉંમરના યુવક સાથે મજા માણવી પત્નીને ભારે પડી, PICSમાં જુઓ પતિએ શું કર્યું

આડા સંબંધનો અંજામ હંમેશા કરૂણ આવે છે અને તેની સજા માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ આખા પરિવારે ભોગવવી પડે છે.

આડા સંબંધો હંમેશા જીવનમાં બરબાદી નોતરે છે. આમ છતાં લોકો સમજતા નથી અને જીવન બરબાદ કરી નાખે છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના બાંદામાં જોવા મળ્યો. 36 વર્ષની મહિલાના 26 વર્ષના પડોશી યુવક સાથેના સંબંધે એક હસતા રમતા પરિવારને ઉજાડી નાખ્યો. એટલું જ નહીં પતિએ પત્નીની નિર્દયતાથી હત્યા કરી નાખી. હેવાનિયત પણ એવી કે જેણે જોયું તેના રૂવાડાં ઊભા થઈ ગયા. પતિએ પત્નીને પાડોશી યુવક સાથે પોતાના ઘરમાં ઘૂસતા જોઈ. ત્યારબાદ તે ગુસ્સામાં ઘરમાં ઘૂસ્યો અને પત્નીનું માથું ધારદાર હથિયારથી વાઢી નાખ્યું. 

પતિની ગેરહાજરીમાં પડોશી યુવક સાથે સંબંધ

1/5
image

આ મામલો ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાનો છે. કહેવાય છે કે કિનર યાદવ નામનો એક વ્યક્તિ પ્રયાગરાજમાં નોકરી કરતો હતો. લોકડાઉનમાં તેણે ઘરે પાછા ફરવું પડ્યું અને વિસ્તારમાં જ કઈક કામ કરવા લાગ્યો. આ બધા વચ્ચે તેને ખબર પડી કે તેની પત્ની વિમળા પાડોશી યુવક રવિકાન્ત સાથે સંબંધ ધરાવે છે. આ અંગે અનેકવાર ઝઘડા પણ થયા. 

પતિએ રંગે હાથ પકડવા માટે બનાવી યોજના

2/5
image

કિનરના જણાવ્યા મુજબ જ્યારે તે કામ પર જતો ત્યારે પાડોશી યુવક ઘરમાં ઘૂસી જતો અને આખો દિવસ ઘરમાં રહેતો. આથી તેણે યુવકને રંગેહાથ પકડવાની યોજના બનાવી. તે કામથી બહાર નીકળ્યો અને કામ પર ન ગયો અને ઘરની પાસે જ છૂપાઈ ગયો. જેવો તે ઘરમાંથી નીકળ્યો કે તે પાડોશી યુવક તેના ઘરમાં ઘૂસી ગયો હતો. 

પત્નીનું માથું વાઢી નાખ્યું

3/5
image

આ જોઈને પતિ કિનર ધૂંધવાયો અને ધારદાર હથિયાર લઈને ઘરમાં ઘૂસ્યો. ગુસ્સામાં તેણે યુવક પર હુમલો કરવાની કોશિશ કરી પરંતુ પત્ની વચ્ચે આવી ગઈ. આ બધા વચ્ચે તે યુવક ભાગી ગયો. ત્યારબાદ કિનરે પત્નીનું માથું વાઢી નાખ્યું. 

કાપેલું માથું હાથમાં પકડી પોલીસ સ્ટેશન પહોંચ્યો

4/5
image

વાત આટલે ન અટકી. તે પત્નીનું માથું હાથમાં પકડીને જાહેરમાં જ હલાવતો હલાવતો પોલીસ સ્ટેશન તરફ ચાલવા લાગ્યો. એક હાથમાં હથિયાર અને બીજા હાથમાં માથું. જેણે પણ જોયું તેના હાજા ગગડી ગયા. વ્યક્તિ કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો. 

પોલીસે કરી ધરપકડ

5/5
image

પોલીસ સ્ટેશનમાં પણ લોકોના હોશ ઉડી ગયા. વ્યક્તિએ માથુ અને હથિયાર જમીન પર રાખ્યા અને પોતે ખુરશીમાં બેઠો. ત્યારબાદ પોલીસને જણાવવા લાગ્યો કે તે પરેશાન થઈ ગયો હતો. બાળકો શાળાએ જતા રહેતા હતા ત્યારબાદ બાદ પત્ની પાડોશી યુવકને બોલાવી લેતી હતી. તે કામ અર્થે બહાર રહેતો હતો. અનેકવાર સમજાવી પણ ન માની આથી તેણે આ પગલું ઉઠાવ્યું. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો.