Work worth rs 87 crore News

અમદાવાદમાં પાણીની કોઇ સમસ્યા નહી રહે, મુખ્યમંત્રીએ 87 કરોડના કામને આપી મંજૂરી
મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગર પાલિકામાં પીવાના પાણીના વિતરણ માટે ૮૭ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. કોતરપુર વોટર વકર્સ ખાતેથી પીવાના પાણી વિતરણ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કામો હાથ ધરાશે. ૨૨૦૦-૧૬૦૦-૧૪૦૦ અને ૮૦૦ ડાયા ની એમ.એસ પાઇપ લાઈન નંખાશે. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની કુલ ક્ષમતા ૧૧૫૦ એમ એલ ડી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણીના વિતરણ માટે ૮૭.૧૬ કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના કોતરપુર વોટર વર્કસ ખાતે હયાત 650 એમ એલ ડી તથા 200 એમ એલ ડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યા છે. આ ઉપરાંત વધારાના 300 એમ એલ ડીના પ્લાન્ટના આયોજન સાથે આ પ્લાન્ટની કુલ ક્ષમતા ૧૧૫૦ એમ એલ ડી થશે.
Mar 20,2022, 19:31 PM IST

Trending news