BJP ના મુખ્યમંત્રી મને મંજૂર, PM મોદી જે નિર્ણય કરે તે માન્ય, એકનાથ શિંદેએ કરી મોટી જાહેરાત
Maharashtra Next Chief Minister News: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની બમ્પર જીત બાદ હવે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેના પર સૌની નજર મંડાયેલી છે. આ વચ્ચે શિંદેએ મોટી જાહેરાત કરી છે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે? આ સવાલ વચ્ચે એકનાથ શિંદેએ ગુરૂવારે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે મેં ક્યારેય ખુદને સીએમ સમજ્યો નથી. મેં હંમેશા કોમન મેન બનીને કામ કર્યું છે. હું હંમેશા રાજ્યના વિકાસ માટે કામ કર્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની લાડલી બહેનોનોહું લાડલો ભાઈ છું.
મેં હંમેશા આમ આદમી બની સેવા કરી
એકનાથ શિંદેએ કહ્યુ કે મેં ક્યારેય મને મુખ્યમંત્રી સમજ્યો નથી. હું હંમેશા આમ આદમી બની સેવા કરતો રહ્યો છું. આ દરમિયાન શિંદેએ કહ્યુ કે હંમેશા અમિત શાહ અને પીએમ મોદીએ મારો સાથ આપ્યો છે. મને મુખ્યમંત્રી બનાવ્યો. હું તેમનો આભારી છું. હું હંમેશા કોમન મેન બનીને રહ્યો છું.
Thane: Maharashtra caretaker CM and Shiv Sena chief Eknath Shinde says, "Whoever is elected as the CM by Mahayuti, Shiv Sainiks will support him." pic.twitter.com/RLQPfqUcot
— ANI (@ANI) November 27, 2024
Thane: Maharashtra caretaker CM Eknath Shinde says, "I have told the Prime Minister that if there is any problem in forming the government in Maharashtra because of me, then do not bring any doubt in your mind and whatever decision you take, that decision is acceptable to me. You… pic.twitter.com/RzTHnUvqgA
— ANI (@ANI) November 27, 2024
હું નારાજ નથીઃ શિંદે
આ સાથે તેમણે કહ્યું- અમારે રાજ્ય માટે કામ કરવાનું છે. આ મોટી જીત છે. અમે બધાએ તેના માટે જીવ રેડી દીધો. લોકોને વચ્ચે ગયા. લોકો સુધી પોતાના કામ પહોંચાડ્યા. બધાએ મન લગાવીને કામ કર્યું હતું. હું રડનારો નથી પરંતુ લડનારો છું. કામ કરનારો છું.
એકનાથ શિંદેએ કહ્યું કે મહાયુતિ મજબૂત છે. મુખ્યમંત્રી અંગે પીએમ મોદી નિર્ણય કરશે. અમારા તરફથી કોઈ અડચણ નથી. પીએમ જે પણ નિર્ણય લેશે તે અમને મંજૂર છે. પત્રકાર પરિષદમાં એકનાથ શિંદેએ આ સાથે મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડ અમિત શાહ અને પીએમ મોદી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે જે પણ નિર્ણય કરશે તે અમને મંજૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે