અમદાવાદમાં પાણીની કોઇ સમસ્યા નહી રહે, મુખ્યમંત્રીએ 87 કરોડના કામને આપી મંજૂરી

મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગર પાલિકામાં પીવાના પાણીના વિતરણ માટે ૮૭ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. કોતરપુર વોટર વકર્સ ખાતેથી પીવાના પાણી વિતરણ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કામો હાથ ધરાશે. ૨૨૦૦-૧૬૦૦-૧૪૦૦ અને ૮૦૦ ડાયા ની એમ.એસ પાઇપ લાઈન નંખાશે. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની કુલ ક્ષમતા ૧૧૫૦ એમ એલ ડી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણીના વિતરણ માટે ૮૭.૧૬ કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના કોતરપુર વોટર વર્કસ ખાતે હયાત 650 એમ એલ ડી તથા 200 એમ એલ ડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યા છે. આ ઉપરાંત વધારાના 300 એમ એલ ડીના પ્લાન્ટના આયોજન સાથે આ પ્લાન્ટની કુલ ક્ષમતા ૧૧૫૦ એમ એલ ડી થશે.
અમદાવાદમાં પાણીની કોઇ સમસ્યા નહી રહે, મુખ્યમંત્રીએ 87 કરોડના કામને આપી મંજૂરી

ગાંધીનગર : મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગર પાલિકામાં પીવાના પાણીના વિતરણ માટે ૮૭ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. કોતરપુર વોટર વકર્સ ખાતેથી પીવાના પાણી વિતરણ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કામો હાથ ધરાશે. ૨૨૦૦-૧૬૦૦-૧૪૦૦ અને ૮૦૦ ડાયા ની એમ.એસ પાઇપ લાઈન નંખાશે. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની કુલ ક્ષમતા ૧૧૫૦ એમ એલ ડી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણીના વિતરણ માટે ૮૭.૧૬ કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના કોતરપુર વોટર વર્કસ ખાતે હયાત 650 એમ એલ ડી તથા 200 એમ એલ ડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યા છે. આ ઉપરાંત વધારાના 300 એમ એલ ડીના પ્લાન્ટના આયોજન સાથે આ પ્લાન્ટની કુલ ક્ષમતા ૧૧૫૦ એમ એલ ડી થશે.

મહાનગરપાલિકાએ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન મારફતે મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરેલી દરખાસ્તમાં જણાવાયું છે કે, કોતરપુર વોટર વર્કસમાંથી હાલ અમદાવાદ મહાનગરના ઉત્તર, પૂર્વ, મધ્ય, દક્ષિણ તથા પશ્ચિમ ઝોનમાં પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. પશ્ચિમ અને મધ્ય ઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનને કોતરપુરના ૬૫૦, ૨૦૦ અને ૩૦૦ એમ એલ ડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આંતરિક જોડાણ કરીને પ્રવર્તમાન સ્થિતિએ વધારાની અને ભવિષ્યની પાણીની જરૂરિયાત સંતોષવા ટ્રંક મેઈન પાઇલાઇન નાખવાનું અમદાવાદ મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે.

આ હેતુ માટે મહાનગરપાલિકાએ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આંતરિક જોડાણ કરીને સાબરમતી નદી ઉપર બ્રિજ બનાવી ભાટગામ પાછળના ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક રીંગરોડ પર, ભાટ સર્કલ, તપોવન સર્કલ થઈને વિસત તરફ જતા માર્ગ પરના પ્રમુખ સ્વામી મહારાજ રોડ સુધી જુદા જુદા વ્યાસની એમ.એસ પાઇપ નાખીને હાલના ૧૩૦૦ મી.મી વ્યાસની લાઇન સાથે જોડાણ કરવાના કામોના ડી.પી.આર આપેલા છે. મુખ્યમંત્રીએ આ દરખાસ્તનો સર્વગ્રાહી અભ્યાસ કરીને ૨૨૦૦, ૧૬૦૦,૧૪૦૦ તથા ૮૦૦ મી.મી. ડાયાની એમ.એસ. પાઇલાઇન કામો માટે ૫૮.૨૦ કરોડ, ૩૦૦૦ મી.મી ડાયા એમ.એસ પાઇપ પૂશિંગ માટે ૨.૪૨ કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news