Maharashtra: CM પદની રેસમાંથી અચાનક કેમ બહાર થઈ ગયા શિંદે? એકનાથ શિંદેની PC ની મહત્વી વાતો
મહારાષ્ટ્રમાં સીએમ પદનું જે કોકડું ગૂંચવાયેલું હતું તે લગભગ ઉકેલવાને આરે છે. કાર્વવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે પત્રકાર પરિષદ કરીને અનેક મહત્વની વાતો કરી. જાણો શું કહ્યું.
Trending Photos
મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરીને મહાયુતિની જીત માટે જનતાનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આ લેન્ડસ્લાઈડ જીત છે. મહાયુતિ પર લોકોએ ભરોસો વ્યક્ત કર્યો. અત્રે જણાવવાનું કે હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની પ્રચંડ જીત બાદ રાજ્યમાં આગામી મુખ્યમંત્રીને લઈને અટકળો તેજ છે. આવામાં શિંદેની આ પ્રેસ કોન્ફરન્સ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
શું કહ્યું એકનાથ શિંદેએ
એકનાથ શિંદેએ આજે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં એલાન કર્યું કે મે ક્યારેય પોતાની જાતને સીએમ સમજ્યા નથી. મે હંમેશા કોમન મેન બનીને કામ કર્યું. મે હંમેશા રાજ્યના સારા માટે કામ કર્યું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની લાડકી બહેનોનો હું લાડકો ભાઈ છું. આ દરમિયાન શિંદેએ કહ્યું કે મે પીએમ મોદીને કહ્યું હતું કે અમારી વચ્ચે કોઈ અડચણ નથી. તમે જે પણ નિર્ણય લેશો તે અમને મંજૂર હશે. અમારી વચ્ચે કોઈ અડચણ નથી. આપણે બધા એનડીએનો હિસ્સો છીએ. જે પણ નિર્ણય પીએમ મોદી લેશે તે અમને મંજૂર છે. એકનાથ શિંદેએ કહ્યું કે પીએમ મોદી જે પણ નિર્ણય લેશે તે શિવસેનાને મંજૂર છે. મહાયુતિ મજબૂત છે અને અમે બધા સાથે મળીને કામ કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે મે લોકપ્રિયતા માટે નહીં પરંતુ મહારાષ્ટ્રની જનતા માટે કામ કર્યું.
#WATCH ठाणे: महाराष्ट्र के कार्यवाहक मुख्यमंत्री एकनाथ शिंदे ने कहा, "आज हमारे राज्य में महायुति को जो जीत हासिल हुई, उसके लिए मैं सभी मतादाताओं को धन्यवाद करता हूं। यह अभूतपूर्व जीत है...मैंने कभी खुद को मुख्यमंत्री नहीं माना। CM का मतलब कॉमन मैन होता है। मैंने कार्यकर्ता के रूप… pic.twitter.com/jG9lprjWGB
— ANI_HindiNews (@AHindinews) November 27, 2024
મે હંમેશા સામાન્ય માણસ બનીને સેવા કરી
એકનાથ શિંદેએ કહ્યું કે મે ક્યારેય મારી જાતને મુખ્યમંત્રી સમજ્યા નથી. હું હંમેશા સામાન્ય માણસ બનીને જનતાની સેવા કરતો રહ્યો છું. આ દરમિયાન શિંદેએ કહ્યું કે હંમેશા અમિત શાહ અને પીએમ મોદીએ મારો સાથ આપ્યો છે. મને સીએમ બનાવ્યો. હું તેમનો આભારી છું. વાત જાણે એમ છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી નવા મુખ્યમંત્રી અંગે ખેચતાણ ચાલુ છે. પછી ભલે એકનાથ શિંદે હોય, દેવેન્દ્ર ફડણવીસ હોય કે પછી અજીત પવાર. ત્રણેયના સમર્થકો પોતાના નેતાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. હાલ એકનાથ શિંદે કાર્યવાહક સીએમ છે.
પીએમ મોદી અને શાહનો સાથ મળ્યો
તેમણે કહ્યું કે હું જોતો આવ્યો છું કે કુટુંબ અને પરિવાર કેવી રીતે ચલાવવામાં આવે છે. હું વિચારતો હતો કે પાવર મળશે તો ગરીબ પરિવારો માટે યોજનાઓ લાવીશું. ત્યારબાદ લાડલી બહેન, લાડલી શેતકારી, અને લાડલા ભાઈ યોજના પર કામ કર્યું. સરકાર લોકો માટે કામ કરે છે અને દરેક વ્યક્તિને કઈક આપવાનું છે. અમને જે શીખવાડવામાં આવ્યું તે અમે કર્યું. પીએમ મોદીએ કહ્યું કે તમે કામ કરો, તમારી પાછળ અમે ચટ્ટાનની જેમ ઊભા છીએ. મે યોજનાઓમાં પણ તેમની મદદ લીધી અને રાજ્યના પ્રગતિના સ્તરને વધાર્યું. પીએમ મોદી અને શાહ હંમેશા મારી પડખે રહ્યા. અમે રાજય્ને એક નંબર પર લઈને આવ્યા. અમે જનતા માટે 124 નિર્ણય લીધા. અમે જે કામ કર્યા તે કારણે આ પરિણામ આવ્યું. લાડલી બહેનોએ લાડલા ભાઈને યાદ રાખ્યો. આ દરમિયાન શિવસેના સાંસદ નરેશ મહાસ્કે સહિત અનેક નેતાઓ શિંદેના ઘર પર હાજર રહ્યા.
#WATCH ठाणे: महाराष्ट्र के कार्यवाहक मुख्यमंत्री एकनाथ शिंदे ने कहा, "केंद्र और राज्य सरकार मिलकर बहुत आगे बढ़ेंगे और निश्चित रूप से महायुति की सरकार स्थापित होगी...कल मैंने पीएम से भी बात की है मैंने कहा कि सरकार बनाने में हमारी तरफ से कोई अड़चन नहीं है। आप निर्णय लीजिए, बीजेपी… pic.twitter.com/sPcNtXkDWy
— ANI_HindiNews (@AHindinews) November 27, 2024
અમારા તરફથી કોઈ સમસ્યા નથી
એકનાથ શિંદેએ કહ્યું કે મે પીએમ મોદીને ફોન કરીને કહ્યું છે કે અમારી તરફથી કોઈ મુશ્કેલી નથી. તમે જેને પણ મુખ્યમંત્રી માટે પસંદ કરશો તેમને મારો સપોર્ટ છે. તેમણે એમ પણ કહ્યું કે હું રોવાવાળામાંથી નથી, લડવાવાળો છું. હું નારાજ કે દુ:ખી નથી. આમ તેમણે સીએમ પદ પર દાવો છોડતા કહ્યું કે મને ભાજપના મુખ્યમંત્રી મંજૂર છે.
તેમણે મુખ્યમંત્રીના ચહેરા વિશે બોલતા કહ્યું કે મહાયુતિની ત્રણેય પાર્ટીઓની કાલે અમિત શાહ સાથે બેઠક થશે. જેમાં વિસ્તૃત ચર્ચા થશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે.
#WATCH | Thane: While speaking about the CM face for Maharashtra, caretaker CM and Shiv Sena chief Eknath Shinde says, "...A meeting of all three parties (of Mahayuti) will be held with Amit Shah tomorrow (28th November). Detailed discussions will be held in that meeting. After… pic.twitter.com/1mfPokGGB3
— ANI (@ANI) November 27, 2024
મહાયુતિની મોટી જીત
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 20 નવેમ્બરે યોજાઈ હતી. જેના પરિણામ 23 નવેમ્બરે આવ્યા. મહાયુતિ ગઠબંધને 280 વિધાનસભા સીટોમાંથી કુલ 230 સીટ જીતી જેમાંથી ભાજપે 132 સીટ, શિવસેના (શિંદે જૂથ)ને 57 સીટ અને અજીત પવારના નેતૃત્વવાળી એનસીપીને 41 સીટ મળી. ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યું છે અને મુખ્યમંત્રી પદ પર પોતાનો દાવો મજબૂત કરી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે