Viramgam News

ધારાસભ્ય બન્યા બાદ હાર્દિક પટેલ અંબાજીમાં દર્શને પહોંચ્યા, મંત્રીપદ મળવા વિશે નિવેદન
પરખ અગ્રવાલ/બનાસકાંઠા : વિરમગામમાં વિરોધ બાદ પણ જીતનાર હાર્દિક પટેલ પોતાના જીત બાદ અંબાજી મંદિરમાં મા અંબાના આર્શીવાદ લેવા માટે પહોચ્યા હતા. હાર્દિક પટેલ ઐતિહાસિક જીત મેળવીને વિરમગામના ધારાસભ્ય બન્યા છે. ત્યારે તેઓએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. તેમણે માતાજીના ગર્ભગૃહમાં જઈને પૂજાઅર્ચના કરી હતી. તેમજ અંબાજી મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આર્શીવાદ પણ લીધા હતા. હાર્દિક પટેલે આ બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતું કે, માં પાસે માંગવાનું ના હોય આશીર્વાદ લેવાના હોય, માંગેલું એક વાર મળે આશીર્વાદ આજીવન રહે. તો ગુજરાત સરકારમાં મંત્રી બનશે કે નહિ તે વિશે તેઓએ કહ્યું કે જે પાર્ટી નક્કી કરશે તે જવાબદારી સ્વીકારીશું. અંબાજી મદિરની સાથે તેઓએ સિદ્ધિવિનાયક મંદિર અને અંબિકેશ્વર મહાદેવના પણ દર્શન કર્યા હતા. 
Dec 9,2022, 17:46 PM IST

Trending news