હું પાર્ટી પાસે કામ માંગું છું, જો કામ મળશે તો હું 110ની સ્પીડથી કામ કરીશ: હાર્દિક પટેલ

કોરોના મહામારીમાં એક વર્ષ પહેલાં મારા પિતાનું દેહાંત થયું. નિધન બાદ હિન્દૂ સંસ્કૃતિ મુજબ ધાર્મિક વિધિ કરી. પરંતુ સામાજિક રીત મુજબ આજે પુણ્યતિથિ કાર્યક્રમ કર્યો. બધા જ લોકોને અને પાર્ટીના લોકોને આમંત્રણ આપ્યું છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતના કલ્યાણ અને સુખાકારી માટે પ્રાર્થના થશે.

હું પાર્ટી પાસે કામ માંગું છું, જો કામ મળશે તો હું 110ની સ્પીડથી કામ કરીશ: હાર્દિક પટેલ

ઝી ન્યૂઝ/અમદાવાદ: કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરત પટેલની આજે પૂર્ણ્યતિથિ છે. ત્યારે હાર્દિક પટેલે શ્રદ્ધાજંલિ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેશે. આજે સવારથી કોંગ્રેસના રાજકીય નેતાઓ શ્રદ્ધાજંલિના કાર્યક્રમમાં પહોંચ્યા છે, પરંતુ ભાજપના કોઈ નેતાઓ દેખાયા નથી.

કોરોના મહામારીમાં એક વર્ષ પહેલાં મારા પિતાનું દેહાંત થયું. નિધન બાદ હિન્દૂ સંસ્કૃતિ મુજબ ધાર્મિક વિધિ કરી. પરંતુ સામાજિક રીત મુજબ આજે પુણ્યતિથિ કાર્યક્રમ કર્યો. બધા જ લોકોને અને પાર્ટીના લોકોને આમંત્રણ આપ્યું છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતના કલ્યાણ અને સુખાકારી માટે પ્રાર્થના થશે. હાર્દિકે જણાવ્યું કે, હાલ અનેક ચર્ચાઓ ચાલી રહી છે કે પરંતુ મેં તો ક્યારે કહ્યું જ નથી કે ફલાણી પાર્ટીના લોકો આવશે. અટકળો તો ચાલે જ છે પણ મારા અને મારા પિતાના લેણદેણ પૂર્ણ કરવા માટે આજનો કાર્યક્રમ કર્યો. બધાને આમંત્રણ આપ્યું હતું, એમ બધા જ લોકોને આમંત્રણ આપ્યું.

— Zee 24 Kalak (@Zee24Kalak) April 28, 2022

નૌતમ સ્વામીના નિવેદન પર હાર્દિક પટેલે પોતાનું નિવેદન આપ્યું હતું. હાર્દિકે જણાવ્યું કે, નૌતમ સ્વામીએ એમની લાગણી વ્યક્ત કરી છે. મેં ભગવાન રામની અહીં સ્થાપના કરી છે. મારે કોઇ વાત સાબિત કરવાની જરૂર નથી. હું રઘુવંશી છું, મારે કંઇ સાબિત કરવાનું રહેતું નથી. અમે હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ. 

રધુ શર્માના નિવેદન પર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સુખ દુ:ખના સાથી બનવા માટે હું કાર્યકારી પ્રમુખ છું, તમામ આગેવાનોની સ્વાગતા મારી ફરજ છે. તમામ લોકો આવ્યા તેમનો આભાર. કોઇને વ્યક્તિગત કે વિચારનો વિરોધ હોઇ શકે, એ હું સાથે બેસીને વાત કરીશ. હું પાર્ટી પાસે કામ માંગું છું. જો કામ મળશે તો 110ની સ્પીડથી કામ કરીશ. જો એ એમ માનતા હોય કે ઘીના ઠામમાં ઘી ઠરી ઠામ થયું હોય તો સારી વાત છે.

હાર્દિક પટેલે પ્રશાંત કિશોર વિશે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ઘણા સમયથી પ્રશાંત કિશોર વિશે ચર્ચા ચાલે છે. તે એક સ્ટ્રેટેજી મેકર્સ છે. તે ચૂંટણી બનાવે અને બગાડે છે. પાર્ટીના નેતાએ આ અંગે પાર્ટીના નેતાઓએ ટ્વીટ કર્યું છે. હાર્દિક પટેલે નરેશ પટેલે વિશે જણાવ્યું હતું કે, નરેશ પટેલને રાજકારણમાં આવવુ જોઇએ. તેમના જેવા અનેક લોકોએ આવવું જોઇએ. હું કાંગ્રેસમાં છું, તો એવું અપેક્ષા રાખું કે તે કોંગ્રેસમાં આવે.

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીનું નિવેદન 
હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથીએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટી જોઈન કરવી જોઈએ. ભારતીય અને હિન્દુ સંસ્કૃતિને આવા યુવાનોની જરૂર છે. જે હિન્દુ હિતની વાત કરશે તે દેશ પર રાજ કરશે. 370ની કલમ હટાવી હોય તે હિંદુવાદી કહેવાય. નૌતમ સ્વામીએ હાર્દિકને હિન્દુ વાદી પાર્ટી જોઇન કરવાની સલાહ આપી.

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન 
હાર્દિકના પિતાની પુણ્યતિથીએ હાજરી આપવા પહોંચેલા કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, હાર્દિક અમારા પક્ષનો કાર્યકારી પ્રમુખ છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ શ્રદ્ધાજંલી સંદેશ મોકલ્યો છે. હાર્દિક પટેલ અમારા પરિવારના અભિન્ન અંગે છે. હાર્દિક રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે મળીને કામ કરશે. શર્માએ ઉમેર્યું હતું કે, પાર્ટીમાં નારાજગી ચાલ્યા કરે, કોંગ્રેસ વિધાનસભામાં 125 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે બધાને સાથે રાખી ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news