Unique school News

એક એવી શાળા જ્યાં વિદ્યાર્થીઓ પહેલા મંદિર જઇ પુજા કરે છે પછી મસ્જિદ જઇને નમાજ પણ પઢે
દેશ અને રાજ્યમાં શિક્ષણને લઇ રાજનીતિ તેજ છે. પહેલા દેશમાં હિજાબનો મુદ્દાએ જોર પકડ્યું હતું. તો હવે રાજ્યમાં ભગવદ ગીતાને અભ્યાસક્રમમાં સમાવેશ મુદ્દાને લઇ રાજ્યમાં રાજનીતિ તેજ થઈ છે. ત્યારે આજ મુદ્દાને લઇ અમે આપને એવી શાળા બતાવા જઇ રહ્યા છે. જ્યાં શાળામાં બાળકોને પહેલા ધોરણથી જ ધાર્મિક પુસ્તકોના પાઠ ભણાવવા આવે છે. એક મુસ્લિમ શિક્ષક જે બાળકોને આપે છે ગીતા પાઠ. હાલ દેશ અને રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે શાળાઓ, કોલેજમાં ધાર્મિકતાને લઈ અનેક વિવાદ ચાલી રહ્યા છે. પહેલા દેશમાં હિજાબ મુદ્દે ઠેર ઠેર વિરોધ થયા. જેમાં ખુદ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. હાલ રાજ્યમાં સરકાર ધોરણ ૬ થી ૮ વિદ્યાર્થીઓને ભગવદ્દ ગીતા પાઠ અભ્યાસ ક્રમમાં સમાવેશ કરવામાં આવે અને બાળકોને ભણાવવા તે માટે નીર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજે અમે તમને એવી શાળા બતાવા જઈ રહ્યા છે. જે શાળામાં વર્ષોથી ધાર્મિક જ્ઞાન સંસ્કાર આપવામાં આવે છે. તો ચાલે જોઈએ માંગરોલ તાલુકાના ઝાખરડાં ગામે આવેલ પ્રાથમિક શાળાની જ્યાં કેવી રીતે શિક્ષણની સાથે સાથે ધાર્મિક જ્ઞાન આપવામાં આવે છે. 
Mar 21,2022, 20:34 PM IST

Trending news