રાજકોટની અનોખી શાળા : અહી વિદ્યાર્થીઓ Welcome નહિ, પણ જય શ્રીરામ બોલે છે

Rajkot Unique Schol : 500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રીરામ બિરાજવાના છે... ત્યારે રાજકોટની શાળાએ  અંગ્રેજી શબ્દોને બદલે જયશ્રી રામનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું છે 

રાજકોટની અનોખી શાળા : અહી વિદ્યાર્થીઓ Welcome નહિ, પણ જય શ્રીરામ બોલે છે

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : Yes sir, welcome, good morning આવા શબ્દો સામાન્ય રીતે કોઈપણ શાળામાં સવારના સમયે સાંભળવા મળતા હોય છે. જોકે રાજકોટ શહેરની એક ખાનગી શાળા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. આ શાળામાં સવારના સમયે જય શ્રી રામનું નામ સંભળાય છે

વેલકમ નહિ શ્રીરામ બોલાય છે 
500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રીરામ બિરાજવાના છે. જેમનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં પણ અનોખો બદલાવ જોવા મળી રહ્યો છે. આ શાળામાં સવારના સમયે કોઈ અંગ્રેજી શબ્દના બદલે રામના નામ સાંભળવા મળી રહ્યા છે. સામાન્ય રીતે આ શાળાઓમાં પહેલા જ્યારે પણ વિદ્યાર્થીઓ અથવા તો શિક્ષકો શાળામાં પ્રવેશ કરતા હોય છે ત્યારે welcome, good morning જેવા શબ્દો સંભળાતા હોય છે. જોકે રાજકોટની આ ખાનગી શાળામાં જ્યારે વિદ્યાર્થીઓ પ્રવેશે છે ત્યારે તેમને શાળાના શિક્ષક સહિત તેમના સાથી વિદ્યાર્થીઓ દ્વારા જય શ્રી રામ બોલીને આવકારવામાં આવે છે.

સવારના સાત વાગ્યાના સમયે નક્કી કરેલા વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર દરવાજા પાસે વિદ્યાર્થીઓને આવકારવા ઊભા રહી જતા હોય છે. શિક્ષકો વિદ્યાર્થીઓને ગળે મળીને જય શ્રી રામ બોલીને આવકારે છે. આજ વિદ્યાર્થી જ્યારે પોતાના વર્ગખંડમાં પ્રવેશે છે ત્યારે તેમની હાજરી પૂર્વમાં આવતી હોય છે. જોકે એ સમયે yes sir, no sir ના બદલે જય શ્રી રામ બોલવામાં આવે છે.

આ ઉપરાંત જ્યારે દરેક લેક્ચરમાં શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે છે. ત્યારે પણ બધા વિદ્યાર્થીઓ એકી સાથે ઉભા થઈને એકી સાથે જોરથી જય શ્રી રામ બોલતા હોય છે. આ ખાનગી શાળાના મેનેજિંગ ડિરેક્ટર ઉર્વેશ પટેલનું કહેવું છે કે, તેમના દ્વારા છેલ્લા 60 દિવસ થયા આ રીતે ભગવાન શ્રીરામના નામની શરૂઆત કરી છે. તેમણે શ્રીરામના નામથી વિદ્યાર્થીઓમાં ઘણા સારા ફેરફારો જોયા છે. સૌપ્રથમ તો વિદ્યાર્થીઓમાં શ્રીરામનું નામ બોલ્યા બાદ એક આદર જાગ્યો છે. વિદ્યાર્થીઓ સમયસર આવતા થયા છે, આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં ઘણા પોઝિટિવ ફેરફાર પણ જોયા છે. આ શિક્ષકનું કહેવું છે કે જો ધર્મને અભ્યાસ સાથે જોડી દેવામાં આવે તો વિદ્યાર્થીઓમાં મૂલ્ય વધે છે પરિણામે આ દેશને સારું નાગરિક પણ મળે છે.

શિક્ષણ એ આજકાલ માર્ક્સ મેળવવાની હરીફાઈનું કેન્દ્ર બનતું જાય છે. પરિણામે અનેક વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં પણ આવી જતા હોય છે. જોકે શિક્ષણને ધર્મ સાથે જોડી દેવામાં આવે તો એ શિક્ષણ એ વિદ્યાર્થીઓના જીવન માટે ઘણું મહત્વનું બની જતું હોવાનું પણ કેટલાક શિક્ષકોનું માનવું છે. ત્યારે હવે ઈંગ્લીશ કલ્ચરના બદલે ભારતીય કલ્ચર પણ ક્યાંક જોવા મળી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news