Free education : આ શાળામાં ભણવા માટે ફી આપવી નથી પાડતી, પરંતુ શાળા દર મહિને આપે છે 5000 રૂપિયા

Mehsana Sankrit School : મહેસાણાના આઝાદ ચોક સ્થિત આ છે શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા. જ્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંસ્કૃત જ્ઞાન અપાય છે. આ 125 વર્ષ જૂની આ શાળાના વિદ્યાર્થીઓને ભણવાના પણ મળે છે પૈસા

Free education : આ શાળામાં ભણવા માટે ફી આપવી નથી પાડતી, પરંતુ શાળા દર મહિને આપે છે 5000 રૂપિયા

Unique School તેજસ દવે/મહેસાણા : આજે આપણે એક એવી શાળાની મુલાકાત લઈશું કે જે શાળામાં ભણવા માટે પૈસા આપવા નથી પાડતા પરંતુ અહીં ભણવા માટે વિદ્યાર્થીને અપાય છે પૈસા. જી હાં, હાલના સમયમાં એક તરફ ખાનગી શાળાઓ બાળકોને સિનિયર કેજી થી અભ્યાસ માટે લાખો રૂપિયા ફીસ વસૂલે છે. જ્યાં મહેસાણાની એક શાળા વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે પૈસા આપે છે. અને અહી તૈયાર થયેલો વિદ્યાર્થી માત્ર 15 વર્ષની ઉંમરે કમાતો પણ થઈ જાય છે. એવી કઇ શાળા છે કે જે ભણવાના આપે છે પૈસા! 

મહેસાણાના આઝાદ ચોક સ્થિત આ છે શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા. જ્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંસ્કૃત જ્ઞાન અપાય છે. આ 125 વર્ષ જૂની આ શાળાના વિદ્યાર્થીઓને ભણવાના પણ મળે છે પૈસા. સામાન્ય રીતે શાળાઓમાં બાળકોને ભણાવવાની તોતિંગ ફીસ લેવાતી આપે સાંભળી જશે. જ્યારે આ સંસ્કૃત જૈન પાઠ શાળામાં વિદ્યાર્થીને દર મહિને 5000 રૂપિયા પ્રોત્સાહન અપાય છે. કુલ 4 અને 6 વર્ષના અભ્યાસક્રમ બાદ રૂપિયા 3 થી 6 લાખ પ્રોત્સાહન અપાય છે. સામાન્ય શિક્ષણ ના ધોરણ 5 બાદ આ સંસ્કૃત પાઠ શાળામાં બાળકોને પ્રવેશ અપાય છે. જ્યાં 4 થી 6 વર્ષ અભ્યાસક્રમ તદ્દન મફત ભણાવાય છે.

ધોરણ 5 બાદ 4 કે 6 વર્ષનો અભ્યાસક્રમ કર્યા બાદ માત્ર 15 વર્ષની ઉંમરે બાળક 15000 થી વધુ કમાતું થઈ જાય છે. બાળકને માત્ર 15 વર્ષની ઉંમરે પંડિતજીની પદવી મળે છે. પંડિતજીની પદવી મળતાં 15 વર્ષ બાદ વિદ્યાર્થી 15000 થી વધુ કમાતો થઈ જાય છે. જૈન સમાજમાં પંડિતજીને ઘણો એવો આવકાર પણ મળે છે. આ શાળામાં મહેસાણા સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ બાળકો અહી અભ્યાસ માટે આવે છે. વર્ષે માત્ર 30 થી 40 બાળકોને જ અહી અભ્યાસ કરeવાય છે.

જૈન સંસ્કૃત પાઠશાળાના પંડિતવર્ય પ્રકાશભાઈ ઘોડા જણાવે છે કે, શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણાના મુખ્ય બજાર તોરણવાળી ચોક પાસે આઝાદ ચોકમાં આવેલી છે. 125 વર્ષ હમણાં જ પૂર્ણ કરનારી આ શાળા ની સ્થાપના વિ. સં. 1954 માં થઈ હતી. જેના સ્થાપક વેણીચંદ દોશી હતા. 125 વર્ષ જૂની આ પાઠ શાળામાં અત્યાર સુધી 2850 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. અને 220 વિદ્યાર્થીઓ એ સર્વ વિરતી સંયમ જીવન સ્વીકાર કર્યું છે. આ પાઠ શાળામાં અભ્યાસ કરી દીક્ષા લઈ 36 શ્રમણ ભગવંતો આચાર્ય પદ પર પણ બિરાજમાન થયા છે. તો વળી, યોગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગર સુરિશ્વર મહારાજા પણ આ પાઠ શાળા ના પ્રથમ વિદ્યાર્થી હતા. વિક્રમ સંવત 1960 માં પાઠ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી જતાં પુસ્તક પ્રકાશન ની આવશ્યકતા જણાતા શ્રી જૈન શ્રેયકર મંડળ ની સ્થાપના કરાઈ હતી. જેના હેઠળ આજ દિન સુધી 87 પુસ્તકો ની અનેક નકલો પ્રકાશિત કરાઈ છે. અહી માત્ર સંસ્કૃત નહિ પણ મુખ્ય ધાર્મિક અભ્યાસ સાથે સાથે ભાષા જ્ઞાન, અંગ્રેજી, સંગીત, ગણિત અને કોમ્પ્યુટર નો અભ્યાસ પણ કરવાય છે. જેથી વિદ્યાર્થી આજના જમાના સાથે ચાલી શકે. અને વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય.

125 વર્ષ જૂની આ જૈન સંસ્કૃત પાઠ શાળા હવે 126 માં વર્ષમાં પ્રવેશી ચૂકી છે. ત્યારે ફેબ્રુઆરી 2023 માં સ્વર્ણિમ સવા સતાશબ્દી મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો. અને મહેસાણા - અમદાવાદ હાઇવે પર 13 વીઘા વિસ્તારમાં રૂપિયા 13 કરોડના ખર્ચે નવીન પાઠ શાળા બનાવવા ની કામગીરી પણ શરૂ કરાઇ છે. જેમાં 100 વિદ્યાર્થીઓ ની ક્ષમતા હશે જ્યાં છાત્રાલય ભવન, હોસ્ટેલ, લાયબ્રેરી, ધર્મશાળા, સ્ટાફ આવાસ, ભોજનાલય, સાધ્વી સાધુઓ માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાશે. ઉપરાંત દેરાસર પણ બનાવાશે. આમ, દેશની કદાચ આ એવી પ્રથમ શાળા વટ વૃક્ષ બનવા જઈ રહી છે. જે દેવોની ભાષા સંસ્કૃત નો ધર્મ નો અભ્યાસ કરાવે છે. અને વિદ્યાર્થીઓ પાસેથી ભણવાના પૈસા લેવાના બદલે લાખો રૂપિયા વિદ્યાર્થીઓને આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news