Unique School: ભારતની એક એવી સ્કૂલ જ્યાં માત્ર 'ઢ' બાળકોને મળે છે એડમિશન, અનોખો હોય છે સિલેબસ
Unique School: ભારતીય હિમાલયની ઉંચાઇ પર બેસેલી આ સંસ્થા પોતાનામાં અનોખી છે. લદ્દાખની આ અનોખી સ્કૂલ માત્ર નિષ્ફળ વિદ્યાર્થીઓને સ્વિકારવા માટે ફેમસ છે. આવો જાણીએ આ સ્કૂલ વિશે...
Trending Photos
Unique School Of India: હિમાલયમાં આવેલી SECMOL, તે વિદ્યાર્થીઓ માટે એક અગ્રણી સંસ્થા છે, જેમણે એકેડમિક ફેલિયર્સને ફેસ કર્યા છે. વર્ષ 1988 સોનમ વાંગચૂક દ્રારા સ્થાપિત આ સંસ્થા લદ્દાખની સંસ્કૃતિ અને સ્થિરતામાં એક પ્રોગ્રેસિવ એકેડમિક એક્સપીરિયન્સ પુરો પાડે છે. આ જગ્યા સારા પરિવર્તનની એક કહાની છે, જ્યાં શિક્ષણ પારંપરિક ક્લાસ અને સિલેબસના પુસ્તકોની સીમાને ઓળંગે છે.
આ રીતે લોકો સુધી પહોંચી સ્કૂલની કહાની
પ્રેક્ટૈકલ નોલેજ અને નવા દ્રષ્ટિકોણ દ્વારા આ સ્કૂલે લદ્દાખમાં નિષ્ફળતાને દરને ખૂબ ઓછો કરી દીધો છે. તેની અસર શિક્ષણવિદોથી પરે, પર્યાવરણીય મેનેજમેન્ટ અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવા સુધી ફેલાયેલી છે. SECMOL ની નિષ્ફળતાની કહાનીએ બોલીવુડને પ્રભાવિત કરી. SECMOL ની કહાની લોકો સુધી પહોંચી, જ્યારે ફિલ્મ '3 ઇડિયટ' રિલીઝ થઇ. ફિલ્મ '3 ઇડિયટ' તો તમે જોઇ હશે. તેમાં અભિનેતા આમિર ખાને ફુંસુખ વાંગડૂનું પાત્ર ભજવ્યું, સોનમ વાંગચૂકના વાસ્તવિક જીવનના પ્રયત્નો અને શિક્ષણમં ઇનોવેશનથી પ્રેરિત છે.
સ્કૂલનું કેમ્પસ છે શાનદાર
લદ્દાખનો મનોહર પ્રદેશ તેની શાંત સુંદરતા અને કઠોર ભૂપ્રદેશ માટે જાણીતો છે, તે સોનમ વાંગચુકની આગેવાની હેઠળની શૈક્ષણિક ક્રાંતિનું ઘર પણ છે, જે એક એન્જિનિયર, કાર્યકર્તા અને ઇનોવેટર છે. શૈક્ષણિક પ્રણાલીની ખામીઓને ઓળખીને તેમણે એક મોડેલ બનાવવાનું નક્કી કર્યું જે પ્રદેશની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરે. વાંગચુકની દ્રષ્ટિએ 1988માં સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) ની સ્થાપના કરી. આ પહેલ લદ્દાખી વિદ્યાર્થીઓમાં ખાસ કરીને બોર્ડની પરીક્ષાઓમાં નિષ્ફળતાના દરને ઘટાડવાની જરૂરિયાતોમાંથી જન્મી છે.
પ્રેક્ટિકલ સ્કિલ્સ પર ભાર
વાંગચૂકે એક એવી જગ્યાની કલ્પના કરી જ્યાં બાળકો પ્રેક્ટિકલ સ્કિલ્સ શીખી શકે, પર્યાવરણ મેનેજમેન્ટ સાથે જોડાઇ શકે અને સામાજિક જવાબદારીની ભાવના વિકસિત કરી શકે. સ્થાપના બાદથી SECMOL લદ્દાખમાં શૈક્ષણિક સુધારા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. હિમાલયન ઇંસ્ટીટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ્સ (HIAL) ના આંકડા અનુસાર 1996 માં 95 ટકા વિદ્યાર્થી પોતાની બોર્ડ પરીક્ષામાં અસફળ થઇ ગયા. આગામી બે દાયકામાં આ સંખ્યા સતત ઓછી થઇને 25 ટકા થઇ ગઇ છે.
SECMOL નો કોર્સ પણ છે યૂનિક
લેહ સ્થિત SECMOL ના કેમ્પસમાં એક એવી જગ્યા છે જ્યાં સોલાર એનર્જી ફક્ત શિખવાડવામાં આવતી નથી પરંતુ આ તેમની જીંદગીનો મહત્વપૂર્ણ ભાગ છે. અહીંની ઇમારતોને એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવી છે કે આખુ પરિસર સોલાર એનર્જીથી સંચાલિત થાય છે. અહીં લગભગ અલગ બેકગ્રાઉન્ડ ખાસકરીને ગ્રામીણ અને વંચિત ક્ષેત્રોમાંથી આવનાર બાળકો ભણવા માટે આવે છે.
હરતી-ફરતી લેબ છે સ્કૂલ કેમ્પસ
અહીં પારંપારિક વિષયોને લદ્દાખી ઇતિહાસ, સંસ્કૃતિ અને ઇકોલોજીની સાથે ભણાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને આલોચનાત્મક અને રચનાત્મક રીતે વિચારવા, પ્રશ્ન કરવા અને ઇનોવેશન માટે પ્રોત્સાહિત કરીને સીખવા પર ભાર મુકવામાં આવે છે. અહીંનું કેમ્પસ ટેક્નોલોજી અને પ્રેક્ટિકલના પ્રયોગો માટે એક ચાલતી ફરતી પ્રયોગશાળાની માફક કામ કરે છે.
SECMOL પોતાના મૂલ્યો પર રહેતા સમયની જરૂરિયાતના અનુસાર આગળ વધી રહ્યું છે. આ યુવા લદ્દાખીઓને પોતાના અને પોતાના ક્ષેત્ર માટે એક સ્થાયી ભવિષ્ય બનાવવા માટે જરૂરી કૌશલ અને નોલેજ આપવા માટે પ્રતિબદ્ધ છે. SECMOL ની કહાની ફક્ત એક સ્કૂલ વિશે નહી, પરંતુ અહીં એક એવા આંદોલન વિશે જેને ઘણા લોકોનું જીવન બદલી નાખ્યું છે. આ તે લોકોને પ્રેરિત કરે છે જે દુનિયાને બદલવા માટે શિક્ષણની તાકાતમાં વિશ્વાસ ધરાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે