Shravan 2023 News

શ્રાવણના ત્રીજા સોમવારનું આવું છે મહત્વ, શિવને રીઝવવા આટલું ખાસ કરવું
Shrvan Somvar : આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે... ત્યારે વહેલી સવારથી શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે...ત્યારે  ઝી 24 કલાક પર કરો 12 જ્યોતિર્લિંગના કરો દર્શન....   ભક્તો આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરે છે... તેમને દૂધ અને બિલિપત્ર ચઢાવે છે.... લોકો ભગવાન શિવને રિઝવવા શ્રાવણ માસના ઉપવાસ પણ કરે છે.... ત્યારે શ્રાવણ માસના સોમવારનો વિશેષ મહત્વ રહેલું છે..શ્રાવણ મહિનામાં આવતા સોમવારે વ્રત કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે એવું માનવામાં આવે છે...શ્રાવણ માસમાં ભગવાન શિવ અને પાર્વતીની પૂજા-અર્ચના કરવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે....ત્યારે ઝી 24 કલાક આપને ઘરે બેઠા દરેક મંદિરોના દર્શન કરાવી રહ્યું છે... ઝી 24 કલાકના માધ્યમથી આપને ઘરો બેઠા મહાદેવના દર્શનનો લાભ મળી શકશે....
Sep 4,2023, 8:00 AM IST
સોમનાથ મંદિરમાં શ્રાવણ નિમિત્તે મોટા બદલાવ કરાયા, દર્શન કરવા જવાના હોય તો ખાસ વાંચો
Somnath Temple : 17 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા પવિત્ર શ્રાવણની શરૂઆત શ્રી સોમનાથ મંદિરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.... શંખ સર્કલથી સોમનાથ તરફનો માર્ગ વન-વે જાહેર કરાયો... ભક્તો માટે પાર્કિંગ થી મંદિર સુધી નિશુલ્ક વાહન વ્યવસ્થા, વૃદ્ધો માટે મંદિર પરિસરની અંદર ફ્રી-ગોલ્ફ કાર્ટ... ભારે માત્રામાં યાત્રીઓ ઉમટવાનો અંદાજ હોય વધુ માત્રામાં પ્રસાદી અને પૂજાવિધિ કાઉન્ટર ઊભા કરાયા... ઉત્કૃષ્ટ પૂજન અનુભવ માટે સંકીર્તન ભવન ખાતે વિશેષ માળખું ઊભું કરવામાં આવ્યું... યાત્રીઓને સુવિધા માટે નિશુલ્ક ભોજનાલય ની કેપેસિટીનો વિસ્તાર કરવામાં આવ્યો... ભક્તો 21₹ બિલ્વ પૂજા ઓનલાઇન નોંધાવી પ્રસાદ ઘરે બેઠા મેળવી શકશે  
Aug 16,2023, 7:59 AM IST

Trending news