Shravan 2023: શ્રાવણ મહિનામાં કેમ કરવામાં આવે છે ભોળાનાથની પૂજા? જાણવા જેવી છે આ કથા

Shravan 2023: પવિત્ર શ્રાવણ મહિનામાં દેવીભાગવત અને શિવપુરાણનું વાંચણ અને શ્રવણ કરવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. આ મહિનાના દરેક દિવસ સાથે શ્રાવણી સોમવારનું ખુબ જ મહત્વ છે. શિવભક્તો શ્રાવણી માસનો ઉપવાસ કરે છે અથવા તો ફક્ત શ્રાવણીયા સોમવારનો ઉપવાસ કરતાં હોય છે. ભગવાન શિવની પૂજા કરીને આશીર્વાદ મેળવે છે.

Shravan 2023: શ્રાવણ મહિનામાં કેમ કરવામાં આવે છે ભોળાનાથની પૂજા? જાણવા જેવી છે આ કથા

Shravan 2023: હાલ અધિક માસ ચાલી રહ્યો છે. કહેવાય છેકે, આ અધિક માસ એ દર ત્રણ વર્ષે એકવાર આવતો હોય છે. શ્રાવણ માસ પહેલાં આવતા અધિક માસનું પણ વિશેષ મહાત્મય હોય છે. કારણકે, સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું ખુબ જ મહત્વ છે. શ્રાવણ મહિનો એટલે શિવજીની પૂજા અર્ચના કરવાનો પવિત્ર મહિનો. આ માસમાં શિવજીના દરેક મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે. આ મહિનો એક રીતે શિવ આરાધનાનો મહિનો કહેવામાં આવે છે. એમાંય અધિક માસમાં એમાં બીજા પંદર દિવસનો પણ ઉમેરો થાય છે.

પવિત્ર શ્રાવણ મહિનામાં દેવીભાગવત અને શિવપુરાણનું વાંચણ અને શ્રવણ કરવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. આ મહિનાના દરેક દિવસ સાથે શ્રાવણી સોમવારનું ખુબ જ મહત્વ છે. શિવભક્તો શ્રાવણી માસનો ઉપવાસ કરે છે અથવા તો ફક્ત શ્રાવણીયા સોમવારનો ઉપવાસ કરતાં હોય છે. ભગવાન શિવની પૂજા કરીને આશીર્વાદ મેળવે છે.

દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્રમંથન થયું હતું.  જેના કારણે મહાદેવ નિલકંઠ કહેવાયા હતા. વિષપાન કરીને ભગવાન શિવ નિલકંઠ બન્યા હતા. ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવ વિષપાન કરે છે. અને પોતાના ગળામાં નિલકંઠ ધારણ કરીને નિલકંઠ બને છે. આ પૌરાણિક વાતોના મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષપાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેમના પર જળાભિષેક કરે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે, મહાદેવજીને સોમવાર ખુબ જ પ્રિય છે. તેથી સૌ લોકો આ દિવસે વ્રત કરે છે તેમની પૂજા કરે છે અને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે.

આ શ્રાવણ માસ એટલા માટે પણ મહત્વનો છે કેમ કે, આ મહિનામાં રક્ષાબંધન, નાગપંચમી, રાંધમ છઠ્ઠ, સાતમ-આઠમ, જન્માષ્ટમી, પારણાનોમ જેવા અનેક મહત્વના તહેવારો આવે છે. એટલું જ નહીં પણ આ મહિનામાં અનેક જગ્યાઓએ મેળાનું પણ આયોજન કરાયું હોય છે.

આ શ્રાવણ મહિનામાં 4 સોમવાપ અને એક શિવરાત્રી આ બધા એક સાથે ભેગા થાય છે તેથી વધુ ફળ આપનાર માસ બને છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પ્રથમ સોમવારે કાચા ચોખા, બીજાએ તલ, ત્રીજાએ આખા મગ અને ચોથા સોમવારે જવ લેવાના હોય છે. ખાસ મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે આ મહિનામાં વિશેષ પૂજા અર્ચના કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news