Shahpur News

ધરમ કરતા ધાડ પડી: રોડ પર ચાલતી માથાકુટમાં વચ્ચે પડેલા યુવકની છરો મારી હત્યા
શહેરના શાહપુરમાં રોડ પર ચાલતા ઝગડામાં વચ્ચે પડીને લોકોને છોડાવવાનો પ્રયાસ કરનારા એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. બે જુથ લડી રહ્યા હતા ત્યારે વચ્ચે પડીને છોડાવવા વચ્ચે પડેલા એક વ્યક્તિ પર છડી વડે હૂમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. આ ગુનામાં શાહપુર પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. મોડી રાત્રે ખેલૈયા ખુની ખેલના પગલે અમદાવાદમાં ચકચાર મચી જવા પામી છે. શાહપુરમાં રાત્રે 33 વર્ષીય ઝહીરુદ્દીન સૈયદ જે સિલાઇકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.તે પોતાનું કામ પુરુ કરી ઘરે આવી રહ્યો હતો. ત્યારે મૃતકના મહોલ્લામાં ફિરોજ, આયુબ, રિઝવાન આ ત્રણ શખ્સ મિત્રને મારી રહ્યા હતા. દરમિયાન મૃતકે ઝગડો શાંત કરવા માટે વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. 
Nov 1,2020, 17:58 PM IST

Trending news