ધરમ કરતાં ધાડ પડી, ઝઘડો શાંત કરવા વચ્ચે પડેલા યુવકને મળ્યું મોત

અમદાવાદના શાહપુરમાં ઝગડામાં છૂટા પાડનાર યુવક પર આરોપીઓએ છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. શાહપુર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 

ધરમ કરતાં ધાડ પડી, ઝઘડો શાંત કરવા વચ્ચે પડેલા યુવકને મળ્યું મોત

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદના શાહપુરમાં ઝગડામાં છૂટા પાડનાર યુવક પર આરોપીઓએ છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. શાહપુર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના પોસ્ટ મોર્ટમ રૂમ બહાર પરિવારના સભ્ય અને પોલીસ મૃતદેહની રાહ જોઈ રહ્યા છે કેમ કે ઝહીરૂદીન સૈયદની ગઈ રાત્રે શાહપુરમા છરી મારી હત્યા કરી નાખવામાં આવી છે. જેના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે લાવવા મા આવ્યો છે.

ગઈ રાત્રે 33 વર્ષીય ઝહીરૂદીન સૈયદ જે સિલાઈકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગતરાત્રે મૃતક ઝહીરૂદીન સૈયદ પોતાનું કામ પૂરું કરી ઘરે આવી રહ્યો હતો ત્યારે મૃતકના મોહલમાં ફિરોઝ ,આયુબ ,રિઝવાન આ ત્રણ શખ્સ મિત્રને મારી રહ્યા હતા અને મૃતક આ ઝગડો શાંત વચ્ચે પડી મામલો થાળે પડી રહ્યો હતો. ત્યારે જ ફિરોઝ અને આયુબએ મૃતકને પકડી રાખી રિઝવાન નામના શખ્સે છાતીના ભાગે છરીનો ઘા માર્યો હતો. જેના કારણે મૃતકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થવા પામ્યું હતું. 

પરિવારને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ઝહીરૂદીન સૈયદને હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ડોકટરે મૃત જાહેર કર્યો હતો. ત્યારે મુખ્ય આરોપી ફિરોઝ આ અગાઉ પણ હત્યાના ગુના સહિત અન્ય ગુનામાં જેલના સળિયા પાછળ જઈ ચુક્યો છે. શાહપુર પોલીસે તાત્કાલિક હત્યામાં સંડોવાયેલ ત્રણેય આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news