અમદાવાદના શાહપુરમાં હિટ એન્ડ રન; એક્ટિવા પર સવાર દંપતીમાંથી પતિનું મોત, આરોપીની ધરપકડ

30 મે ના રોજ રાત્રે 10:00 કલાકે શાહપુર ના શંકર ભગવાન પાસે  હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં કાર ચાલક યુવક દ્વારા એક્ટિવા પર સવાર દંપતી ને અડફેટે લીધા હતા. જેમાં વૃદ્ધનું નીતિન ભાવસાર મોત થયું હતું.

અમદાવાદના શાહપુરમાં હિટ એન્ડ રન; એક્ટિવા પર સવાર દંપતીમાંથી પતિનું મોત, આરોપીની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: શહેરના શાહપુર વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રાફિક પોલીસે આરોપી ફરાર વાહન ચાલકની ધરપકડ કરી છે. 30 મે ના રોજ રાત્રે 10:00 કલાકે શાહપુર ના શંકર ભગવાન પાસે  હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં કાર ચાલક યુવક દ્વારા એક્ટિવા પર સવાર દંપતી ને અડફેટે લીધા હતા. જેમાં વૃદ્ધનું નીતિન ભાવસાર મોત થયું હતું, જ્યારે તેમના પત્ની ગાયત્રી ભાવસાર ને ગંભીર ઇજાઓ તથા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

હાલ ઈજાગ્રસ્ત મહિલા ગાયત્રી ભાવસાર ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. જેને શરીર ના અલગ અલગ ભાગ પર ઈજા થતા 19થી વધારે ફેક્ચર પડયા છે. રાત્રિના સમયે એકટીવા પર દંપતી તેમના સંબંધીને ત્યાં જઈ રહ્યું હતું, જે દરમિયાન એક કાર ચાલક યુવકએ  ટક્કર મારતા એકટીવા ચાલક વૃદ્ધનું મોત થયું. 

ઘટનાની ગંભીરતાને જોતાં ટ્રાફિક પોલીસે કાર ચાલક આરોપી હર્ષિત પટેલ ની ધરપકડ કરી છે. આરોપી હર્ષિત પટેલ નામનો યુવક ટીવીના રિમોટ ના ધંધા સાથે સંકળાયેલ છે. ટ્રાફિક પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હિટ એન્ડ રનની ઘટનામાં જીવ ગુમાવનાર વૃદ્ધના પરિવારજનો પણ પરિવારના મોભી ગુમાવવાના કારણે દુઃખી છે. 

સંબંધીઓનું કહેવું છે કે, આ પ્રકારે પૂરપાટે વાહન દોડાવતા લોકો સામે દાખલા રૂપ કાર્યવાહી થવી જરૂરી છે, કેમ કે ઝડપની લ્હાયમાં લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news