Savarkundla Gujarat Chutani Result 2022: કોંગ્રેસની સાવરકુંડલા સીટ ભાજપે આંચકી લીધી, જાણો વિગતવાર માહિતી

Savarkundla Gujarat Chunav Reasult 2022: સાવરકુંડલા બેઠક પર 2012માં ભાજપનો વિજય થયો હતો. જ્યારે 2017માં આ બેઠક કોંગ્રેસે છીનવી લીધી હતી. પ્રતાપ દૂધાત હાલમાં સાવરકુંડલાના લડાયક નેતા માનવામાં આવે છે. કોંગ્રેસે આ વખતે ફરીથી તેમને રિપીટ કર્યા હતા.

Savarkundla Gujarat Chutani Result 2022: કોંગ્રેસની સાવરકુંડલા સીટ ભાજપે આંચકી લીધી, જાણો વિગતવાર માહિતી

Savarkundla Gujarat Chunav Reasult 2022: સાવરકુંડલા બેઠક પર ભાજપના મહેશ કસવાલાએ કોંગ્રેસના પ્રતાપ દૂધાતને 3492 મતથી હરાવી દીધા છે.સાવરકુંડલા બેઠક અમરેલી જિલ્લામાં આવે છે. આ બેઠક નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી. સાવરકુંડલા બેઠક પર પાટીદારોનું વર્ચસ્વ છે. અહીંયા અત્યાર સુધી બે વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં એક વખત બીજેપી અને એક વખત કોંગ્રેસે વિજય મેળવ્યો છે.

સાવરકુંડલા વિધાનસભા બેઠકઃ
સાવરકુંડલા વિધાનસભા બેઠક પર આ વખતે મુકાબલો વધારે રોમાંચક બનશે તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે તે નક્કી છે. સાવરકુંડલા બેઠક હાલમાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કેમ કે 2017માં કોંગ્રેસે આ બેઠક પરથી 8531 મતથી વિજય મેળવ્યો હતો. આ બેઠક પર કુલ 2 લાખ 54 હજાર 219 મતદારો છે. જેમાં 1 લાખ 31 હજાર 891 પુરુષ મતદારો છે. જ્યારે 1 લાખ 22 હજાર 320 મહિલા મતદારો છે. જ્યારે 8 અન્ય મતદારો છે.

2022ની ચૂંટણીઃ
સાવરકુંડલા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે 2017ના સિટીંગ ધારાસભ્ય પ્રતાપ દૂધાતને ટિકીટ આપી છે. તો ભાજપે મહેશ કસવાલાને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ભરત નાકરાણીને ટિકીટ આપીને મુકાબલો ત્રિપાંખિયો બનાવી દીધો છે.

2017ની ચૂંટણીઃ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં સાવરકુંડલા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના પ્રતાપ દૂધાતનો વિજય થયો હતો. તેમણે ભાજપના કમલેશ કાનાણીને પરાજય આપ્યો હતો. પ્રતાપ દૂધાતને 66,366 મત મળ્યા હતા.જ્યારે ભાજપના કમલેશ કાનાણીને 57,835 મત મળ્યા હતા. પ્રતાપ દૂધાતનો 8531 મતથી વિજય થયો હતો.

2012ની ચૂંટણી:
વર્ષ 2012માં સાવરકુંડલા  બેઠક પર ભાજપે વલ્લભભાઈ વઘાસિયાને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે પ્રતાપ દૂધાતને ટિકીટ આપી હતી. જેમાં ભાજપના વલ્લભ વઘાસિયાને 37,246 મત મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસના પ્રતાપ દૂધાતને 34,862  મતથી સંતોષ માનવો પડ્યો હતો. વલ્લભ વઘાસિયાનો 2384  મતથી વિજય થયો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news