Registered News

સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ દ્વારા સૌ પ્રથમ ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ થયો
રેન્જ આઇ.જી‌ સહિત જીલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે ૬ શખ્સોની ગુજસીટોક એક્ટ હેઠળ અટકાયત કરી હત્યા, ગેંગરેપ, અપહરણ, ગેરકાયદેસર હથિયાર, ખંડણી, લુંટ, ધાડ, હાઈવે ચોરી સહીતના અનેક ગુન્હાઓ આચરતી ગેંગના ૬ શખ્સો સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માલવણ હાઇવે પર પોલીસ અને ગેડીયા ગેંગના શખ્સો વચ્ચે સામ સામે ફાયરીંગ કરવામાં આવ્યું હતું. પોલીસ અને બુટલેગરો વચ્ચે સામ સામે અંદાજે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા ત્યારે પોલીસ દ્વારા કારને ઊભી રાખવામાં આવતા બુટલેગરોએ કાર ઊભી ન રાખતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. એક શખ્સને ફાયરીંગમાં ઈજાઓ પહોંચી જયારે અન્ય એક શખ્સ નાસી છુટ્યો. કારને નુકશાન પહોંચ્યું. કોઇ જાનહાનિ નહીં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Nov 13,2020, 18:35 PM IST

Trending news