સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ દ્વારા સૌ પ્રથમ ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો
Trending Photos
રાજકોટ : રેન્જ આઇ.જી સહિત જીલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે ૬ શખ્સોની ગુજસીટોક એક્ટ હેઠળ અટકાયત કરી હત્યા, ગેંગરેપ, અપહરણ, ગેરકાયદેસર હથિયાર, ખંડણી, લુંટ, ધાડ, હાઈવે ચોરી સહીતના અનેક ગુન્હાઓ આચરતી ગેંગના ૬ શખ્સો સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માલવણ હાઇવે પર પોલીસ અને ગેડીયા ગેંગના શખ્સો વચ્ચે સામ સામે ફાયરીંગ કરવામાં આવ્યું હતું. પોલીસ અને બુટલેગરો વચ્ચે સામ સામે અંદાજે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા ત્યારે પોલીસ દ્વારા કારને ઊભી રાખવામાં આવતા બુટલેગરોએ કાર ઊભી ન રાખતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. એક શખ્સને ફાયરીંગમાં ઈજાઓ પહોંચી જયારે અન્ય એક શખ્સ નાસી છુટ્યો. કારને નુકશાન પહોંચ્યું. કોઇ જાનહાનિ નહીં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ દ્વારા સૌ પ્રથમ ગુજસીટોક એક્ટ હેઠળ આ ગેંગના શખ્સોને ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. રાજકોટ રેન્જ આઇ.જી સહિત જીલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે ૬ શખ્સોની ગુજસીટોક એક્ટ હેઠળ અટકાયત કરી. હત્યા, ગેંગરેપ, અપહરણ, ગેરકાયદેસર હથિયાર, ખંડણી, લુંટ, ધાડ, હાઈવે ચોરી સહીતના અનેક ગુન્હાઓ આચરતી ગેંગના ૬ શખ્સો સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. માલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેડીયા ગેંગનો આંતક બુટલેગરો પોતાના હવાલા વાળી ગાડી મૂકીને ભાગવા જતા પોલીસ પર ખાનગી ફાયરિંગ કર્યું ત્યારે વધુ એક વાર માલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તલપત્રી ગેંગનો આતંક છે.
પાટડીના માલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તલ્પત્રી ગેંગનો આંતક હોય થોડા દિવસોથી માલવણ પીએસઆઇ એ કેટલાંક શખ્સોને પકડી પાડયા છે. ત્યારે ગત રાત્રે માલવણ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન સફેદ કલરનો સૂટ ગાડી નીકળતા તેને ઉભી રાખવામાં આવતા ગાડી ઊભી રાખી હતી જેથી માલવણ પીએસઆઇએ તે ગાડીનો પીછો કર્યો હતો. તેઓમાં આ બુટલેગરો પોતાના હવાલા વાળી ગાડી મૂકીને ભાગવા જતા પોલીસ પર ખાનગી ફાયરિંગ કર્યું હતું. જેને લઇને પોલીસે પણ સામે ફાયરિંગ કર્યું હતું.જેમાં એક ઈસમને પગે ગોળી વાગતા ઈજાઓ પહોંચી હતી. જેથી તેને સુરેન્દ્રનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે અન્ય એક શખ્સ અંધારાનો લાભ લઇને ભાગી ગયો હતો. જેની તપાસ ધાંગધ્રા સીપીઆઈ ચલાવી રહ્યા છે. જ્યારે નાસી છૂટેલા ઈસમને ઝડપી લેવા તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે