New Technology: 1 મિનિટમાં ફોન-લેપટોપ અને 10 મિનિટમાં EV CAR થઇ જશે Full Charge!
Charge Phone In 1 Minute: ભારતીય મૂળના શોધકર્તા અંકુર ગુપ્તા (Ankur Gupta) અને તેમની ટીમે એક નવી ટેક્નોલોજી શોધી કાઢી છે, જેના દ્વારા એક ઇલેક્ટ્રિક કાર (Electric Car) ને 10 મિનિટ અને ખરાબ લેપટોપ અથવા ફોનને 1 મિનિટમાં ચાર્જ કરી શકાય છે.
Trending Photos
Electric Car Charging in 10 minutes: ભારતીય મૂળના શોધકર્તા અંકુર ગુપ્તા (Ankur Gupta) અને તેમની ટીમે એક નવી ટેક્નોલોજી શોધી કાઢી છે, જેના દ્વારા એક ઇલેક્ટ્રિક કાર (Electric Car) ને 10 મિનિટ અને ખરાબ લેપટોપ અથવા ફોનને 1 મિનિટની અંદર ચાર્જ કરી શકાય છે. જર્નલ પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રકાશિત એક રિસર્ચમાં શોધકર્તાઓએ શોધ્યું કે આયન નામના ચાર્જ્ડ કણો માઇક્રોસ્કોપિક છિદ્રોના જટિલ નેટવર્કમાં આગળ વધે છે.
અમેરિકા સ્થિત કોલોરાડો બોલ્ડર યુનિવર્સિટીમાં રાસાયણિક અને જૈવિક એન્જીનિયરિંગના સહાયક પ્રોફેસર ગુપ્તાએ જણાવ્યું કે ''આ સફળતાથી 'સુપરકેપેસિટર' જેવા વધુ કુશળ એનર્જી સ્ટોરેજ ડિવાઇસને પ્રોત્સાહન મળી શકે છે. ગુપ્તાએ કહ્યું કે આ નવી શોધ વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં એનર્જી સ્ટોરેજ માટે નથી પરંતુ આ પાવર ગ્રિડ માટે પણ મહત્વપૂર્ણ છે. જ્યાં ઉર્જાની માંગમાં ઉતાર-ચઢાવના કારણે સમય બચાવવા અને ઉચ્ચ માંગ દરમિયાન શીધ્ર કુશળ ડિવાઇસની જરૂર હોય છે.
તેમણે કહ્યું કે સુપરકેપેસિટર, એનર્જી સ્ટોરેજ ડિવાઇસ પોતાના છિદ્રોમાં આયન સંગ્રહ પર નિર્ભર કરે છે. આ બેટરીની તુલનામાં ફાસ્ટ ચાર્જિંગ સમય અને લાંબા જીવન કાળવાળા હોય છે. શોધકર્તાના અનુસાર સુપરકેપેસિટરની પ્રાથમિક અપીલ તેની સ્પીડ પર નિર્ભર કરે છે. શોધકર્તાઓએ કહ્યું કે આ શોધ મિનિટોમાં હજારો પરસ્પર જોડાયેલા છિદ્રોના જટિલ નેટવર્કમાં આયન ફ્લોને વધારે છે.
STOCK To BUY: છપ્પરફાડ કમાણી કરાવશે આ 10 Stocks, બ્રોકરેજે આપી BUY કરવાની સલાહ
Stocks to Buy: સાતમા આસમાને પહોંચશે આ 5 શેરનો ભાવ, 1 વર્ષમાં મળી શકે છે અધધ રિટર્ન
આ શોધથી પહેલાં પણ નવી બેટરી ટેક્નોલોજીથી બનનાર ઇલેક્ટ્રિક કારોના સંબંધમાં ઘણી રિસર્ચ સામે આવ્યા છે. ઇલેક્ટ્રિક કારને ત્રણ કેટેગરીમાં ચાર્જ કરી શકાય છે, જેમાં ટ્રિકલ ચાર્જ એસી ચાર્જ અને ડીસી ચાર્જ સામેલ છે.
ટ્રિકલ ચાર્જની વાત કરીએ તો આ ઘરમાં જ ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાની સૌથી ધીમી રીત છે. જેમાં એક માપદંડ (ત્રણ-પ્રોંગ) 220 વોટના પ્લગનો ઉપયોગ કરવામાં આવે છે. તો બીજી તરફ 'એસી ચાર્જ' માં વોલવોક્સ સ્થાપિત થતાં બેટરી 3-4 ગણી ફાસ્ટ ચાર્જ થઇ શકે છે. એસી પબ્લિક ચાર્જિંગ પણ ઉપલબ્ધ છે.
Stocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લો
Stocks to BUY: 30 દિવસમાં બની શકો છો અમીર, આ 2 Stocks કરી લો BUY, જાણો ટાર્ગેટ ડીટેલ
ડીસી ચાર્જમાં ચાર્જ કરવાનું સૌથી ફાસ્ટ સાધન છે. આ રીતે બેટરીને લગભગ 40 મિનિટમાં 20 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. આ ઉપરાંત અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન પણ લગાવી શકાય છે જે 150 કિલોવોટથી વધુ પાવર આપે છે. જો ભારતીય મૂળના શોધકર્તા અંકુર ગુપ્તા અને તેમની ટીમની આ શોધ કારગત સાબિત થશે તો વાહનોને તેજી અને સુવિધાજનક રીતે ચાર્જ કરી શકાય છે. જે બચત સાથે સમય પણ ઓછો કરી દેશે.
Income Tax રાખે છે આ ટ્રાંજેક્શન પર નજર, નાનકડી ભૂલ કરી તો આવશે IT ની 'કંકોત્રી'
શું તમને પણ મળી છે Income Tax માંથી Notice? ક્યાંક ફેક તો નથી.. આ રીત કરો તપાસ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે