કોંગ્રેસનો મોટો આક્ષેપ : સરકાર અગ્નિકાંડમાં મોત અને મિસિંગના આંકડા છુપાવે છે
Rajkot Gaming Zone Fire Latest Update : કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ કરીને સરકાર પર સવાલો ઉઠાવ્યા, જવાબદાર અધિકારીઓ સામે FIR દાખલ કરવામાં આવે તેવી માંગ કરી
Trending Photos
Rajkot gaming zone tragedy: રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ ત્રણ વ્યક્તિઓના DNA મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 16 વ્યક્તિઓના DNA મેચ થયા છે. બાકી રહેલા વ્યક્તિઓના DNA મેચ કરવાનું કામગીરી હજુ પણ ચાલુ છે. 3 દિવસ બાદ પણ મૃતદેહ મેળવવા પરિવારજનોનો હજી પણ હોસ્પિટલની બહાર વલોપાત ચાલી રહ્યો છે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર મોતના અને મિસિંગના આંકડા છુપાવ્યાનો આક્ષેપ લગાવ્યો છે.
જવાબદાર અધિકારીઓ સામે FIR દાખલ કરાય
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાની પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જવાબદાર અધિકારીઓ સામે FIR દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ પોલીસ કમિશ્નર અને મ્યુ.કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી તો જવાબદાર હોય તો FIR નોંધવામાં આવે તેવી માંગ કરી છે.
3000 ડિગ્રી તાપમાન હોવાનું SITએ પણ સ્વીકાર્યું
પરેશ ધાનાણીએ કહ્યું કે, ઉંચા તાપમાનને કારણે નાના ભૂલકાઓના શરીર અને અવશેષો પણ ખાખ થઈ ગયા હશે. 40 થી 45 વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા છે. બે દિવસમાં ઘટના સ્થળેથી માનવ અવશેષો મળી આવે છે. તંત્ર મોતના અને મિસિંગ વ્યક્તિઓના આંકડા છુપાવે છે. કેમ સિવિલ સુપ્રીટેન્ડન્ટ આંકડા જાહેર કરતા નથી તે સવાલ છે. 3000 ડિગ્રી તાપમાન હોવાનું SITએ પણ સ્વીકાર્યું છે. ઉંચા તાપમાનને કારણે નાના ભૂલકાઓના શરીર અને અવશેષો પણ ખાખ થઈ ગયા હશે. ઘણા પરિવારોને પોતાના સ્વજનોના અસ્થિઓ પણ નહીં મળે. શું સરકાર અસ્થિઓના વિસર્જન માટેનો મોકો પણ નહીં આપે?
પુરાવો નાશ કરવા માંચડો ખસેડી દેવાયો
તેમણે આગળ કહ્યુ કે, ગેમ ઝોન આસપાસના સીસીટીવી પોલીસે કબ્જે લેવા જોઈએ. બિનવારસું પડેલા વાહનો અંગે પણ તપાસ કરવી જોઈએ. 99 રૂપિયાની સ્કીમ હોવાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મોટી સંખ્યામાં હતા. ગેમ ઝોનના કર્મચારીઓ પણ હતા તો કેટલા ઉપસ્થિત હતા તેની માહિતી જાહેર કરવી જોઈએ. બિન અધિકૃત ગેમ ઝોનમાંથી પુરવાઓનો નાશ કરવા માચડો ખસેડી દેવામાં આવ્યો છે. સ્થળ પરથી ધૂળના સેમ્પલો લઈ તપાસ થવી જરૂરી છે. માચડો દૂર કર્યો તેના પતરામાંથી સેમ્પલો જોઈએ.
કોંગ્રેસ મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
વિપક્ષે સવાલે ઉઠાવતા કહ્યું કે, સરકાર આવી ઘટનામાં સત્ય ઉપર પડદો પાડી દેવાનો પ્રયાસ કરે છે. પણ કોંગ્રેસ પક્ષ પડદો નહિ પાડવા દે. રાજકારણ કરવા નથી માંગતા. કોંગ્રેસ દ્વારા મદદ માટે હેલ્પ લાઇન નંબર જાહેર કર્યો છે. જે લાપતા લોકો છે તેમના માટે કોંગ્રેસે હેલ્પ લાઇન ફોર મિશીંગ લાઇન જાહેર કર્યો છે. અતુલ રાજાણી - 9979900100 (રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીના પર્સનલ નંબર જ હેલ્પ લાઇન માટે જાહેર કર્યો...).
ઉલ્લેખનીય છે કે, રાજકોટના TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી. આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા. જોત-જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ અને વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો. આપણે ઉનાળાની ગરમીમાં 45 ડિગ્રી ગરમીમાં પણ બહાર નીકળતા નથી અને હીટવેવની બુમાબુમ કરતા હોઈએ છીએ. એ આગમાં 800થી 850 ડિગ્રી તાપમાન પેદા થયું હશે એ ભૂલકાંઓએ એ ડિગ્રી તાપમાનને કેવી રીતે સહન કર્યું હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. કેટલાક મૃતદેહ તો અડધા બળી ગયા હતા. લાશો ઓળખવી મુશ્કેલ બની ગઈ હોવાથી સરકાર ડીએનએ કરી રહી છે. તમે વિચારો કે એમને એ આગને કેવી રીતે સહન કરી હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે