અમદાવાદ : બોપલની એક જ સોસાયટી સફલ પરિસરમાં 80થી વધારે કેસના પગલે હાહાકાર

  શહેરના બોપલ વિસ્તારમાં રીતસર કોરોના વિસ્ફોટ થયો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર સોસાયટીમાં કુલ 80 કોરોના પોઝિટિવ એકસાથે આવતા હાહાકાર મચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સફલ પરીસરના બંન્ને બિલ્ડિંગ સિલ કરવામાં આવ્યા છે. બંન્ને બિલ્ડિંગને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. 
અમદાવાદ : બોપલની એક જ સોસાયટી સફલ પરિસરમાં 80થી વધારે કેસના પગલે હાહાકાર

અમદાવાદ:  શહેરના બોપલ વિસ્તારમાં રીતસર કોરોના વિસ્ફોટ થયો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર સોસાયટીમાં કુલ 80 કોરોના પોઝિટિવ એકસાથે આવતા હાહાકાર મચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સફલ પરીસરના બંન્ને બિલ્ડિંગ સિલ કરવામાં આવ્યા છે. બંન્ને બિલ્ડિંગને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. 

અમદાવાદમાં કોઇ એક જ રહેણાંક કોલોનીમાં આટલા વ્યાપક પ્રમાણમાં કેસ આવવા તે કોરોના પોઝિટિવનો વેવ ફરી એકવાર શરૂ થયાની નિશાની. બીજી સૌથી ચિંતાજનક બાબત છે કે, હવે પરિવારમાંથી એક કેસ નહી પરંતુ આખા આખા પરિવાર પોઝિટિવ આવે છે. કોરોનાનું આ લક્ષણ ખુબ જ ચિંતાજનક છે. આ સેકન્ટ વેવની નિશાની છે. 

AMC દ્વારા 108 સેવાને સુચના આપવામાં આવી છે કે, એક જ પરિવારના લોકો દર્દી બને ત્યારે તમામને એક જ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે. તેમ છતા કોઇ પણ વ્યક્તિગત્ત કિસ્સાઓ પ્રકાશમાં આવે તો તેનું ધ્યાન દોરવા માટે અપીલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news