Ranji trophy final News

બંગાળને હરાવીને સૌરાષ્ટ્રનો શાનદાર વિજય, Ranji Trophy જીતી ઈતિહાસ સર્જ્યો
રણજી ટ્રોફી (ranji trophy) ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમનો પ્રથમ વખત વિજય થયો છે. બંગાળ અને સૌરાષ્ટ્ર (#SAUvsBEN) વચ્ચે ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રએ શાનદાર જીત મેળવી છે. પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્રની ટીમે 10 વિકેટ ગુમાવી 425 રન બનાવ્યા હતા. જેની સામે બંગાળની ટીમે 10 વિકેટ ગુમાવી 381 રન કર્યા હતા. પ્રથમ ઇનિંગમાં અર્પિત વસાવડાની સદી અને ચેતેશ્વર પૂજારા સહિત 3 ખેલાડીઓની અર્ધ સદીથી સૌરાષ્ટ્ર (saurastra) ને જીત મળી છે. તો ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની કેપ્ટનશિપ અંતર્ગત  સૌરાષ્ટ્રની ટીમે આ જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 8 વર્ષમાં સૌરાષ્ટ્રની ટીમ ચાર વખત ફાઇનલ સુધી પહોંચી હતી. સતત ત્રણવાર ફાઇનલમાં હાર બાદ આજે સૌરાષ્ટ્રની ટીમ ચોથી ફાઇનલ મેચમાં શાનદાર જીત મેળવી શકી હતી. 
Mar 13,2020, 15:03 PM IST

Trending news