રણજી ટ્રોફી ફાઇનલઃ વિદર્ભને પ્રથમ ઈનિંગમાં મળી 5 રનની લીડ, સૌરાષ્ટ્ર 307 રનમાં ઓલઆઉટ

સૌરાષ્ટ્રની ટીમ 307 રને ઓલઆઉટ થઈ જતા વિદર્ભને પ્રથમ ઈનિંગના આધારે 5 રનની લીડ મળી હતી. બીજા દાવમાં વિદર્ભની ટીમે 2 વિકેટ ગુમાવી 55 રન બનાવી લીધા છે. 
 

રણજી ટ્રોફી ફાઇનલઃ વિદર્ભને પ્રથમ ઈનિંગમાં મળી 5 રનની લીડ, સૌરાષ્ટ્ર 307 રનમાં ઓલઆઉટ

નાગપુરઃ અક્ષય વાખરેએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રથમ વખત ઝડપેલી પાંચ વિકેટની મદદથી અહીં રમાઈ રહેલી રણજી ટ્રોફીની ફાઇનલ મેચમાં વિદર્ભ સૌરાષ્ટ્ર પર પ્રથમ ઈનિંગમાં પાંચ રનની લીડ લેવામાં સફળ રહ્યું હતું. ઓપનિંગ બેટ્મસેન સ્નેલ પટેલના 102 રનની મદદથી સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ ઈનિંગમાં 307 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે વિદર્ભે 60 રનની લીડ મેળવી લીધી છે. 

એક સમયે સૌરાષ્ટ્રે 247 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયાએ અંતિમ વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. પૂછડિયા બેટ્સમેનોએ આપેલા મહત્વના યોગદાનની મદદથી સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ ઈનિંગમાં 300 રન બનાવવામાં સફળ રહી હતી. 

ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ બીજી ઈનિંગમાં વિદર્ભના બંન્ને ઓપનર ફિઝ ફૈઝલ અને સંજય રઘુનાથને આઉટ કરીને સૌરાષ્ટ્રને બે સફળતા અપાવી હતી. ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે વિદર્ભે બીજી ઈનિંગમાં બે વિકેટ ગુમાવી 55 રન બનાવી લીધા છે. દિવસના અંતે ગણેશ સતીષ અને વસીમ જાફર અણનમ રહ્યાં હતા. 

આ પહેલા જયદેવ ઉનડકટની શાનદાર બોલિંગની મદદથી વિદર્ભની ટીમ પ્રથમ ઈનિંગમાં 312 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે ચોથી દિવસની રમત ખૂબ રોમાંચક બની રહેવાની છે. સૌરાષ્ટ્રએ રણજી ટ્રોફીમાં પ્રથમવાર ચેમ્પિયન બનવા માટે વિદર્ભને ઝડપથી ઓલઆઉટ કરવાની જરૂર છે. 

બીજીતરફ ક્વાર્ટર ફાઇનલ અને સેમીફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ ઈનિંગમાં પાછળ રહ્યાં બાદ બીજી ઈનિંગમાં રનચેઝ કરીને મેચ જીતી હતી. ક્વાર્ટર ફાઇનલમાં તો સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચતા રેકોર્ડ બ્રેક રનચેઝ કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news