Police caught News

અમદાવાદ: લગ્ન બાદ દુલ્હનને મળે તે પહેલા જ પોલીસે વરરાજાને ઝડપી લીધો
શહેરમાં વરરાજાએ ઘોડી પર ચડીને ફાયરિંગ કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. આ વીડિયો શહેરના ઓઢ વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વરરાજાની ઓળખ કરીને તત્કાલ તેની ધરપકડ કરી હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પોલીસને બાતમીદારો પાસેથી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લગ્નના વરઘોડામાં એક ઇસમે ઘોડી પર બેસીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી હતી. શીવા રાજપૂત નામના યુવકે પોતાનાં લગ્નના વરઘોડામાં ઘોડા પર બેઠા બેઠા જ પિસ્ટલથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પીસ્ટલ આરોપીના પિતાના નામે નોંધાયેલી હતી. જેથી પોલીસે પીસ્ટલથી ફાયરીંગ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. 
Dec 11,2020, 22:42 PM IST

Trending news