અમદાવાદ: લગ્ન બાદ દુલ્હનને મળે તે પહેલા જ પોલીસે વરરાજાને ઝડપી લીધો

શહેરમાં વરરાજાએ ઘોડી પર ચડીને ફાયરિંગ કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. આ વીડિયો શહેરના ઓઢ વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વરરાજાની ઓળખ કરીને તત્કાલ તેની ધરપકડ કરી હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પોલીસને બાતમીદારો પાસેથી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લગ્નના વરઘોડામાં એક ઇસમે ઘોડી પર બેસીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી હતી. શીવા રાજપૂત નામના યુવકે પોતાનાં લગ્નના વરઘોડામાં ઘોડા પર બેઠા બેઠા જ પિસ્ટલથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પીસ્ટલ આરોપીના પિતાના નામે નોંધાયેલી હતી. જેથી પોલીસે પીસ્ટલથી ફાયરીંગ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. 
અમદાવાદ: લગ્ન બાદ દુલ્હનને મળે તે પહેલા જ પોલીસે વરરાજાને ઝડપી લીધો

અમદાવાદ: શહેરમાં વરરાજાએ ઘોડી પર ચડીને ફાયરિંગ કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. આ વીડિયો શહેરના ઓઢ વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વરરાજાની ઓળખ કરીને તત્કાલ તેની ધરપકડ કરી હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પોલીસને બાતમીદારો પાસેથી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લગ્નના વરઘોડામાં એક ઇસમે ઘોડી પર બેસીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી હતી. શીવા રાજપૂત નામના યુવકે પોતાનાં લગ્નના વરઘોડામાં ઘોડા પર બેઠા બેઠા જ પિસ્ટલથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પીસ્ટલ આરોપીના પિતાના નામે નોંધાયેલી હતી. જેથી પોલીસે પીસ્ટલથી ફાયરીંગ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે પીસ્ટલથી ફાયરિંગ કરીને આસપાસના લોકોનાં જીવ જોખમમાં મુકવા તથા બેદરકારી દાખવવા બદલ ફરિયાદ નોંધીને વધારે કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે ધરપકડ કરતા જ વરરાજો દુલ્હનને મળે તે પહેલા જેલ ભેગો થઇ ગયો હતો. રાત્રીના લગ્ન હતા સવાર સુધીમાં ઓળખ કરીને પોલીસ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હવે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news