Pm live News

PM એ ડાયનેમિક ડેમ લાઇટિંગ,ગ્લો ગાર્ડન,સફારીપાર્ક,ક્રુઝ અને કેક્ટસ ગાર્ડનનું ઉદ્ધાટન
પીએમ નરેન્દ્ર મોદી (narendra modi) ના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ થયો છે. તેઓ ખાસ વિમાન દ્વારા ગુજરાત આવી પહોંચ્યા છે. તેમના આગમનને લઈને અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. જોકે, પોતાના શિડ્યુલ કરતા પીએમ મોદી વહેલા ગુજરાત પહોંચ્યા હતા. જ્યા તેઓ કેશુબાપા અને કનોડિયા પરિવારને મળ્યા હતા. જેના અમદાવાદથી સીધા જ તેઓ કેવડિયા જવા રવાના થયા હતા. તેઓ હીરાબાને મળ્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં તેઓ વિવિધ 17 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાનાં છે.
Oct 30,2020, 20:14 PM IST

Trending news