Lockdown 4 1 News

સુરતથી સિવાન જતી ટ્રેન 9 દિવસે કેમ પહોંચી? માનવઅધિકાર આયોગે ગુજરાત-બિહાર સરકારને નોટ
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે (NHRC) ગુજરાત અને બિહાર સરકારને નોટિસ ફટકારી છે. રેલવે બોર્ડ અને કેન્દ્રીય ગૃહ સચિવને પણ શ્રમિકો મુદ્દે આ નોટિસ ફટકારાઈ છે. શ્રમિકો (migrants) ને પડી રહેલી હાલાકીના મીડિયા રિપોર્ટ બાદ આયોગે સુઓમોટોના આધારે નોટિસ ફટકારી છે. સુરતથી સિવાન જઈ રહેલી ટ્રેન 9 દિવસે કેમ પહોંચી તે મામલે આયોગે કહ્યું કે, જો મીડિયામાં આવેલા અહેવાલો સાચા હોય તો માનવ અધિકારોનો ભંગ થયો ગણાય. આ પરિવારોને પારાવાર નુકસાન થયું છે અને રાજ્યો તેમને રક્ષણ આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. આયોગે ગુજરાત (Gujarat) અને બિહાર (Bihar) ના મુખ્ય સચિવો, રેલવે બોર્ડ અને કેન્દ્રીય ગૃહ સચિવ પાસે આ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.
May 29,2020, 10:24 AM IST
બિનજરૂરી ભીડ કરાશે તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરાશે : અશ્વિની કુમાર
કોરોના અંગેના અપડેટ્સ આપતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, અમદાવાદના નાયબ મામલતદારનું કોરોના વાયરસમાં મૃત્યુ થતાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૨૫ લાખની રકમ આપવાની જાહેરાત કરી છે. દિનેશભાઈ રાવલના પરિવારજનોને આ રકમ આપવામાં આવશે. રૂપિયા 25 લાખનો ચેક આજે આપવામાં આવશે. નોન કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં જનજીવન સામાન્ય થાય એ દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. આજે ઘણી બધી જગ્યાએ ભીડ વધારે જોવા મળી છે. આથી પ્રજાજનોને મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકડાઉનમાં ચારમાં જે છૂટછાટ આપવામાં આવી છે, તે લોકોના હિતમાં આપવામાં આવી છે. આથી સંક્રમણ ન ફેલાય અને જનજીવન સામાન્ય રીતે આગળ વધે તે જરૂરી છે. ચા-પાણી, પાન-મસાલાની દુકાન પર ભીડ ન થાય તે જોવાની સૌની જવાબદારી છે. હેર કટિંગ સલૂનમાં વિશેષ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બિનજરૂરી ભીડ કરવામાં આવશે તો તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરવામાં આવશે.
May 19,2020, 15:25 PM IST

Trending news