લોકડાઉન-4 પહેલા ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 11380 પર પહોંચી ગયો
ગુજરાતમાં 24 કલાકમાં નવા 391 કેસ નોઁધાયા છે. તો 24 કલાકમાં 28 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે વધુ માહિતી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું કે, ગુજરાતમા અત્યાર સુધીના કુલ કેસો આંકડો 11380 પર પહોંચી ગયો છે. તો ગુજરાતનો રિકવરી રેટ 39.53 ટકા થયો છે. ગુજરાતમાં 24 કલાકમાં 191 લોકો સાજા થયા છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં 24 કલાકમાં નવા 391 કેસ નોઁધાયા છે. તો 24 કલાકમાં 28 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે વધુ માહિતી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું કે, ગુજરાતમા અત્યાર સુધીના કુલ કેસો આંકડો 11380 પર પહોંચી ગયો છે. તો ગુજરાતનો રિકવરી રેટ 39.53 ટકા થયો છે. ગુજરાતમાં 24 કલાકમાં 191 લોકો સાજા થયા છે. આજે 6148 એક્વિટ કેસ ગુજરાતમાં હાલ સ્ટેબલ છે, તો 38 લોકો વેન્ટીલેટર પર છે. આમ, ગુજરાતમાં કુલ 4499 લોકો ડિસ્ચાર્જ થઈને પાછા ઘરે ગયા છે.
નવા રૂપરંગ સાથે ગુજરાતમાં લોકડાઉન 4 લાગુ, જાણો ક્યારથી અને કેવા છૂટછાટ સાથે અમલ થશે
- રાજ્યમાં કુલ કેસ : 11380
- રાજ્યમાં કુલ મોત : 659
- રાજ્યમાં કુલ સ્વસ્થ : 4499
રાજ્યમાં આજે નવા 391 કેસ સામે આવ્યા છે. જેમાંથી અમદાવાદમાં 276, સુરત 45, વડોદરા 21, કચ્છ 14, ખેડા-સાબરકાંઠામાં 6, ગાંધીનગરમાં 5, પાટણ 4, પંચમહાલ-ગીર સોમનાથ-દાહોદમાં 2, ભાવનગર-આણંદ-અરવલ્લી-જામનગર-વલસાડ-જૂનાગઢ-પોરબંદર-અમરેલી 1 નવો કોરોનાનો કેસ નોંધાયો છે.
જિલ્લા વાઈસ કેસ પર એક નજર
ગુજરાતમાં જિલ્લાવાઈઝ કેસ પર એક નજર કરીએ તો, અત્યાર સુધી ટોપ પર રહેલા અમદાવાદમાં 8430 કુલ કેસ થયા છે. તો અન્ય શહેરોની વાત કરીએ તો, વડોદરામાં 660, સુરતમાં 1094, રાજકોટમાં 79, ભાવનગરમાં 108, આણંદમાં 83, ગાંધીનગરમાં 168, પાટણ 42, ભરૂચ 32, બનાસકાંઠા 83, પંચમહાલ 71, અરવલ્લી 78, મહેસાણા 75, બોટાદ 56, ખેડામાં 46, મહીસાગરમાં 48, સાબરકાંઠામાં 38 કેસ થયા છે.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કોરોનાના દર્દીના થયેલા મૃત્યુ અંગે જયંતી રવિએ ખુલાસો કર્યો કે, સરકારે આ કેસ અંગે અગત્યનો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતના પૂર્વ હેલ્થ કમિશનર જેપી ગુપ્તાને તપાસ કરવાના આદેશ આપ્યા છે. તેમજ 24 કલાકમાં અહેવાલ આપવાનો આદેશ કર્યો છે. આવતીકાલે બપોરે રિપોર્ટ આવ્યા બાદ કાર્યવહી કરાશે. તેમજ જરૂરી એક્શન લેવાશે. ઉલ્લેખનીય છે કે, દાણીલીમડામાં બીઆરટીએસ બસ સ્ટેશ પાસે કોરોના દર્દીનો મૃતદેહ મળી આવ્યો હતો. મરનાર વ્યક્તિને 10 તારીખે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. 14 તારીખે મૃતકને શરદી ખાંસીની સારવાર કરી રજા આપવામા આવી હતી. મૃતકને સરકારી વાહનમાં દાણીલીમડા ખાતે ઉતરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે
ત્યાં જ સૂઇ ગયો અને તેનુ મૃત્યુ થયુ હતું. સમગ્ર ઘટનાની જાણ brtsના ગાર્ડે પોલીસને કરી હતી. પોલીસે મૃતકના પરિવારને શોધી મૃતદેહ તેમના હવાલે કર્યો હતો.
જયંતી રવિએ જણાવ્યું કે, હાલ 200 જેટલા દેશોમાં કોરોના ફેલાયો છે. યુરોપ અમેરિકામા પણ મોટા શહેરોમાં વેન્ટીલેટર મળતા નથી, ત્યાં તેની તંગી છે. આવામા જ્યોતિ સીએનસી કંપની તરફથી પહેલ કરવામાં આવી છે. કંપની દ્વારા 1000 જેટલા વેન્ટીલેટર ફ્રીમાં સરકારને અપાયા છે. તમામ વેન્ટીલેટરમાં ક્વોલિટીના પેરામીટર ચેક કરાયા છે. ટેસ્ટીગ કર્યા બાદ તેનુ અપ્રુવલ પણ મળ્યું છે. રાજકોટની કંપનીએ બનાલે ધમણ-1 વેન્ટીલેટર અન્ય રાજ્યોમાં પણ આપવા માટે ભારત સરકાર વાત કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે