Lakh News

સુરતમાં વ્યાજખોરો 41 હજારના 2 લાખ ઉઘરાવ્યા તેમ છતા ગેરેજ માલિક આત્મહત્યા માટે મજબુર
Sep 20,2020, 17:16 PM IST
નડિયાદમાં વ્યાજખોરોએ 91 લાખ રૂપિયાની સામે 4 કરોડ રૂપિયા પડાવ્યા અને તેમ છતા પણ...
શહેરમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવાનો સિલસિલો યથાવત્ છે. ટાઉન પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદીએ વ્યાજે લીધેલા ૯૧ લાખ રૂપિયા સામે સાડા ચાર કરોડ રૂપિયા જેટલું માતબર વ્યાજ ચૂકવવા છતાં વ્યાજખોરો હેરાન-પરેશાન કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. નડિયાદ શહેરમાં વ્યાજખોરોનો આતંક સમયાંતરે વધી રહી છે. વ્યાજખોરોના ત્રાસથી પાલિકાના પૂર્વ પ્રમુખ દિલીપ શાહની આત્મહત્યાનો મામલો હજુ તો શમ્યો નથી, ત્યાં વધુ એક વ્યાજના ચક્કરની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાઇ છે. કલ્પેશ શાહ નામના ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે 4 વર્ષ પહેલા વ્યાજખોરો પાસેથી તેણે રૂપિયા ૯૧ લાખ ત્રણ ટકાના વ્યાજે લીધા હતા. પરંતુ ચાર વર્ષમાં તેણે સાડા ચાર કરોડ જેટલું માતબર વ્યાજ ચૂક્યું હોવા છતાં વ્યાજખોરો તેને શારીરિક, માનસિક રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે.  જેના કારણે નાછૂટકે તેણે પોલીસનો સહારો લેવાની જરૂર પડી છે. પોલીસે પણ ફરિયાદીની હકીકત જાણતા ફરિયાદીએ જણાવેલ નામના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Sep 19,2020, 18:00 PM IST
ઉડતા ગુજરાત: ડ્રગ્સનાં 61 લાખનાં જથ્થા સાથે 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી
Nov 17,2019, 23:36 PM IST

Trending news