If they provide employment News

ગુજરાતમાં વિદેશી કંપનીઓ આવતી નથી, આવે તો રોજગાર આપતી નથી, રોજગાર આપે તો ભીખની જેમ આપ
કુરંગા સ્થિત RSPL ઘડી ડીટરજન્ટ કંપની વિરુદ્ધ ખેડૂતો અને સ્થાનિકોએ આજે ઘડી કંપની સામેના ગેઇટ પર ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા. કુરંગા સ્થિત RSPL ઘડી કંપની વિરુદ્ધ યુવાનો, ખેડૂતો અને સ્થાનિકોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આજે વિશાળ સંખ્યામાં પહેલા દિવસે આંદોલનમાં મહિલાઓ સહિત ખેડૂતો અને બેરોજગારોએ જોડાયા હતા. ખેડૂતોના ખેતરોમાં પ્રદુષિત પાણી છોડવા તેમજ ખેડૂતોના ખેતરોમાં જાવા માટેના આંતરિક રસ્તા રાજમાર્ગ સહિતના મુદ્દે તેમજ સ્થાનિક યુવાનોને રોજગારી નથી આપતા તેમજ ગામના રસ્તાઓની હાલત કફોડી કરનાર કંપની સામે યુવાનો, ખેડૂતો અને સ્થાનિકોએ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. આજે ઉપવાસ આંદોલનમાં મહિલાઓ ના આંખોમાં આંસુઓ સ્પષ્ટ ઈશારો કરતી હતી કે કંપનીએ સ્થાનિકો સાથે કેટલો અન્યાય કર્યો છે.
Mar 25,2022, 19:29 PM IST

Trending news