ધૂળેટીનો તહેવાર ફેરવાયો માતમમાં, દેવભૂમિ દ્વારકામાં એક સાથે 5 કિશોરના ડૂબવાથી મોત

રંગોનો તહેવાર એટલે હોળી-ધૂળેટી. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી આ રંગોનો તહેવાર ફિક્કો પડ્યો હતો. ત્યારે આ વર્ષે ધૂળેટીના દિવસે લોકો હર્ષોલ્લાસ સાથે એકબીજાને રંગ લગાવી તહેવારની ઉજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન દેવભૂમિ દ્વારકામાં એક શોકાવહ ઘટના બની છે

ધૂળેટીનો તહેવાર ફેરવાયો માતમમાં, દેવભૂમિ દ્વારકામાં એક સાથે 5 કિશોરના ડૂબવાથી મોત

દેવભૂમિ દ્વારકા, મુસ્તાક દલ: સમગ્ર રાજ્યમાં એક તરફ લોકો ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે દેવભૂવમી દ્વારકામાં 5 કિશોર ડૂબી જવાની ઘટનાથી તહેવાર પરિવાર માટે માતમમાં ફેરવાયો છે. જો કે, પોલીસ સ્ટાફ અને નગરપાલિકા સ્ટાફને ઘટનાની જાણ થતા તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી અને તમામના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

રંગોનો તહેવાર એટલે હોળી-ધૂળેટી. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી આ રંગોનો તહેવાર ફિક્કો પડ્યો હતો. ત્યારે આ વર્ષે ધૂળેટીના દિવસે લોકો હર્ષોલ્લાસ સાથે એકબીજાને રંગ લગાવી તહેવારની ઉજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન દેવભૂમિ દ્વારકામાં એક શોકાવહ ઘટના બની છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ નજીક 5 કિશોર ડૂબી જવાથી મોત નિપજતા ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો છે.

ધૂળેટી પર્વ પર ભાણવડ નજીક ત્રિવેણી નદીમાં 5 કિશોર ન્હાવા પડ્યા હતા. તે દરમિયાન તમામ કિશોરોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જો કે 5 કિશોર ડૂબી જવાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા. જે બાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે, પાંચે કિશોરોના ડૂબી જવાથી મોત થતાં પરિવારજનોમાં તહેવાર માતમ છવાયો હતો.

મૃતક કિશોર
1. જીતુ ભરતભાઈ કવા (ઉ.વ-16) રહે શિવનગર, ભાણવડ
2. હેમાંશું ભરતભાઈ રાઠોડ (ઉ.વ 17) રહે ખરાવાડ, ભાણવડ
3. ભૂપેન્દ્ર મુકેશબાઈ બગડા (ઉ.વ 16) રહે રામેશ્વર પ્લોટ, ભાણવડ
4. ધવલ ભાણજીભાઈ ચંડેગરા, રહે શિવનગર, ભાણવડ
5. હિતાર્થે અશ્વિંગીરી ગોસ્વામી (ઉ.વ 16) રહે શિવનગર, ભાણવડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news