Gir sanctuary News

ગીર અભ્યારણ્ય પાસે ગેસ લાઇન પ્રોજેક્ટ મુદ્દે હાઇકોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારની ઝાટકણી
ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મૃત્યુ મુદ્દે થયેલી જાહેર હિતની અરજી મામલે ગુજરાત હાઇકોર્ટ કેન્દ્ર સરકારના વલણ સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે કોર્ટ મિત્ર દ્વારા 2021, માર્ચ મહિનામાં જ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે રાજ્ય સરકારે પોતાનો જવાબ કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો. જો કે હજી સુધી કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રજુ નહી કરતા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કોર્ટે સવાલ કર્યો કે, ગીર અભયારણ્યમાં ગેસ અને ઓઇલની પાઇપ લાઈન સંદર્ભે એક્સપર્ટનો અભિપ્રાય ક્યાં છે? તે સત્વરે રજુ કરવામાં આવે અને આ મામલે આગામી સુનાવણી 24 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. 
Feb 3,2022, 23:22 PM IST

Trending news