Big B meets Ronaldo and Messi: રોનાલ્ડો અને મેસ્સીને મળી બચ્ચને એવું તો શું કહ્યું કે બન્ને ફૂટબોલ છોડી હાથ મિલાવવા ઉભા રહી ગયા?
ફૂટબોલ અને અમિતાભ વચ્ચે છે ખુબ જુનુ કનેક્શન. ફૂટબોલ એ અમિતાભની પ્રિય રમતો પૈકી એક છે. અમિતાભ ઘરે હોય ત્યારે જો ફૂટબોલની મેચ હોય તો અચુક જોતા હોય છે. ત્યારે એ જ અમિતાભ ફૂટબોલના મહાન ખેલાડીઓ વચ્ચેની સંભવિત અંતિમ મેચના સાક્ષી બન્યા હતાં. અમિતાભ આ મેચનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતાં. અને ત્યાં અમિતાભે રોનાલ્ડો અને મેસ્સીને મળીને તેમના પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યાં. બન્ને ખેલાડીઓએ ખુબ આદર પુર્વક હાથ મિલાવીને તેમનું અભિવાદન ઝીલ્યું.
- રોનાલ્ડો અને મેસ્સીને મળીને Big B એ શું કહ્યું?
- રોનાલ્ડો અને મેસી વચ્ચેની સંભવત છેલ્લી મેચ
- મેચનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા અમિતાભ બચ્ચન
Trending Photos
Big B meets Ronaldo and Messi: ફૂટબોલ અને અમિતાભ વચ્ચે છે ખુબ જુનુ કનેક્શન. ફૂટબોલ એ અમિતાભની પ્રિય રમતો પૈકી એક છે. અમિતાભ ઘરે હોય ત્યારે જો ફૂટબોલની મેચ હોય તો અચુક જોતા હોય છે. ત્યારે એ જ અમિતાભ ફૂટબોલના મહાન ખેલાડીઓ વચ્ચેની સંભવિત અંતિમ મેચના સાક્ષી બન્યા હતાં. અમિતાભ આ મેચનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતાં. અને ત્યાં અમિતાભે રોનાલ્ડો અને મેસ્સીને મળીને તેમના પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યાં. બન્ને ખેલાડીઓએ ખુબ આદર પુર્વક હાથ મિલાવીને તેમનું અભિવાદન ઝીલ્યું.
આ પણ ખાસ વાંચોઃ
ફૂટબોલ જગતના બે લિજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી ગઈકાલે એકબીજા સામે ટકરાયા હતા. રોનાલ્ડો સાઉદી ઓલ-સ્ટાર ઇલેવન માટે રમી રહ્યો હતો, તો સામે મેસી પેરિસ સેન્ટ જર્મનને લીડ કરી રહ્યો હતો. બંને સુપરસ્ટાર વચ્ચેની આ સંભવત છેલ્લી મેચ હતી. તેનું કારણ એ છે કે, બંને હવે અલગ અલગ લીગ્સમાં રમી રહ્યા છે. તેથી તેમની ટીમો ફરી ટકરાઈ તેવી હવે કોઈ સંભાવના નથી. ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે આ મેચ જોવા ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ ત્યાં પહોંચ્યા હતા.
આ પણ ખાસ વાંચોઃ
T 4533 - "An evening in Riyadh .. " what an evening ..
Cristiano Ronaldo, Lionel Messi, Mbape, Neymar all playing together .. and yours truly invited guest to inaugurate the game .. PSG vs Riyadh Seasons ..
Incredible !!!#football #Ronaldo #Messi #AlNassr #SaudiArabia pic.twitter.com/ZD2OUEb3F7
— Amitabh Bachchan (@SrBachchan) January 19, 2023
બિગ બી એ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી-
બિગ બીએ મેચ પહેલાં બંને ટીમના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. રિયાધ ખાતે રમાયેલી આ મેચમાં અમિતાભને મેચને ઇનોગ્રેટ કરવા ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા. મેચ અંગે ટ્વીટ કરીને અમિતાભે કહ્યું કે, રિયાધમાં એક શાનદાર સાંજ. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનલ મેસી, મ્બાપે, નેમાર બધા રમી રહ્યા હતા. મને મેચને ઇનોગ્રેટ કરવા માટે ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો.
Amitabh Bachchan with greatest football players of current generation
Messi neymar mbappe ronaldo #football #Ronaldo𓃵 #Messi𓃵 #Neymar #Mbappe𓃵 #AmitabhBachchan pic.twitter.com/zOyJOriuz7
— deepak mishra (@deepakmishra_99) January 19, 2023
રોનાલ્ડો અને મેસી એકબીજા સામે ટકરાતા હોય તેવી મેચો 2018થી ખુબ જ ઓછી ગઈ છે. રોનાલ્ડોએ 2018માં રિયલ મેડ્રિડ સાથે છેડો ફાડ્યો હતો. નહિતર એ પહેલાં રિયલ મેડ્રિડ અને બાર્સેલોના વચ્ચે અલ ક્લાસિકોના ભાગ રૂપે સીઝનમાં મિનિમમ બે વાર મેચ થતી હતી. આ મેચમાં PSGએ 5-4ના માર્જિનથી જીત મેળવી હતી. સાઉદી ઓલ-સ્ટારે મેચમાં 4 ગોલ કર્યા હતા. જ્યારે વિરોધી ટીમ તેનાથી એક ગોલ વધુ કરવામાં સફળ રહી હતી. ફિફા વિનિંગ કેપ્ટન મેસીએ મેચની ત્રીજી મિનિટમાં જ ગોલ કર્યો હતો. જ્યારે રોનાલ્ડોએ સેકન્ડ હાફમાં 2 ગોલ કર્યા હતા. ભલે ટીમ હારી હોય પરંતુ તેના પ્રદર્શનને લીધે રોનાલ્ડોને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
આ પણ ખાસ વાંચોઃ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે