Earned News

બનાસકાંઠાના ખેડૂતે હૈયા ઉકલતથી કર્યો અનોખો ચમત્કાર, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું
આદર્શ ખેડૂત બનાસકાંઠાના ડીસા તાલુકાના નાનકડા ગામ રાણપુર ગામના યુવા ખેડૂત કનવરજી વાધાણીયાએ આધુનિક ટેક્નિકથી ખેતી કરી સમગ્ર દેશમાં નામના મેળવી છે. જેના કારણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તેમને સ્થાન મળ્યું છે. ડીસાના રાણપુર ગામના કનરવજી વાધણીયા સામાન્ય ખેડૂત છે પણ તેઓ લાંબા સમયથી કઈક અલગ કરી આવક બમણી કરવા મથામણ કરી રહ્યા હતા. ત્યારે તેમને ડીસા કેવીકે ના વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન મેળવી કાપ પદ્ધતિ અપનાવી શિયાળામાં ચોળાફળીનું વાવેતર કર્યું હતું. પ્રથમ તો  તેમને બે વર્ષ નુકશાન કર્યું પણ હિંમત ન હારી એકવાર એટલે કે ત્રીજા વર્ષે પણ શિયાળામાં ચોળાફળીનું વાવેતર કર્યું અને સફળતા મળી અને ખુબજ સારા ભાવે ચોળાફળીના પાકનું વેચાણ થયું હતું. 
Jul 14,2020, 23:00 PM IST

Trending news