SURAT: અસામાજીક તત્વો બેખોફ, કાયદો વ્યવસ્થા ઓક્સિજન પર, વેપારી પર જીવલેણ હુમલો
Trending Photos
સુરત : શહેરમાં ગુનેગારો બેખોફ બન્યા છે, પોલીસનો હવે ડર ન હોય તે પ્રકારે સુરતમાં રોજ એકાદી હત્યા, લૂંટ, બળાત્કારની ઘટના નોંધાય છે. પોલીસ આને ડામવામાં સદંતર નિષ્ફળ રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુરતમાં ખુબ જ ગંભીર છે. ત્યારે સુરતમાં હવે વેપારીઓ પણ સલામત નથી. તંબાકુના વેપારી પર ધોળા દિવસે જીવલેણ હુમલો કરીને લૂંટ કરી છે. સુરત શહેરનાં પરવત પાટીયા ચોર્યાસી ડેરીની સામે આવેલી ભીખુ ટોબેકો એન્ડ જનરલ સ્ટોર નામની દુકાનમાં ગઇકાલે સોમવારે બપોરે ત્રણેક વાગ્યે ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે લૂંટારૂઓએ દુકાનદારનું મોઢુ દબાવીને છરીનાં ઉપરા છાપરી ઘા માર્યા હતા. વકરાના પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે દુકાનદારે પ્રતિકાર કરીને બુમાબુમ કરતા લૂંટારૂઓ ભાગી ગયા હતા. દુકાનદારને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ભર બપોરે વેપારીઓ પર હુમલો કરીને લૂંટના પ્રયાસથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સુરતના ચોર્યાસી ડેરીની સામે ભીખુ ટોબેકો એન્ડ જનરલ સ્ટોર નામની દુકાન આવેલી છે. ગઇકાલે બપોરે ત્રણ વાગ્યે દુકાનનાં માલિક જગદીશચંદ્ર ગીસુલાલ નૌલખા (ઉ.વ 43 રહે લિંબાયત) દુકાનમાં બેઠા હતા.
ગ્રાહકના સ્વાંગમાં આવેલા કેટલાક શખ્સો દ્વારા તેમના પર સો પેકેટ ગોલ્ડફ્લેક, વીસ પેકેટ ફોર સ્કવેર સીગરેટ તથા વિમલનો એક કટ્ટો જોઇએ છે તેમ કહ્યું હતું. વેપારી ઉભા થતા જ તેને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. ધક્કો મારીને તેમને નીચે પાડી દીધા હતા. એક વ્યક્તિએ જગદીશચંદ્રનું મોઢુ દબાવી બીજાએ હાથ પગ મોઢા, ગાલ પેટ સહિતનાં ભાગે ઉપરા છાપરી છરીના ઘા માર્યા હતા. લૂંટારૂઓ તેના વકરાના પૈસા કાઢવાનો પ્રયાસ કરતા જગદીશચંદ્ર પ્રતિકાર કરીને ભાગ્યા હતા. બહાર આવીને બુમાબુમ કરીને લૂંટારૂઓ ભાગી ગયા હતા. જો કે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે