બનાસકાંઠાના થરાદમાં દાડમના વેપારી સાથે છેતરપિંડી

બનાસકાંઠાના થરાદના દાડમના વેપારી સાથે છેતરપીંડી આચરવામાં આવી છે. વેપારીએ 5,25,000 રૂપિયાના 21 ટન દાડમ ટ્રકમાં ભરીને દિલ્હી મોકલેલ તે માલ દિલ્હીની પેઢી ઉપર પહોંચ્યો જ નથી. ટ્રક ચાલક અને તેના માલિકે વેપારી સાથે છેતરપીંડી કરી છે. વેપારી ઈશ્વરભાઈ પટેલે હરિયાણાના ટ્રક ચાલક અને ટ્રક માલિક સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Trending news