Dahod district News

GUJARAT નું અફઘાનિસ્તાન બની રહ્યો છે આ જિલ્લો, અનાજ-શાકભાજીના બદલે ગાંજાના છોડ લહેરા
નશાનો કારોબાર દેવગઢ બારીયાના તાલુકાના સાલીયા ગામ માં વાવેતર કરેલો 1.14 કરોડનો ગાંજો ઝડપાયો હતો. બે ખેતરોમા વાવણી કરેલા 1870 છોડ પોલીસે કબ્જે કર્યા હતા. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સાલીયા ગામેથી દાહોદ SOG પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડયો હતો. જેમા ત્રણ ખેતરોમાંથી ઉગાડેલા લીલા ગાંજાના છોડ નંગ 1875 કિંમત રૂ 1 કરોડ 14 લાખ 3 હજાર 400ના જથ્થા સાથે બે ખેતર માલિકોને ઝડપી પાડ્યાં હતા. એકાદ બે માસ અગાઉ જિલ્લાના અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કરોડોની કિંમતના ગાંજાના છોડના વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતુ. ત્યારે ફરીવાર ગાંજાના ખેતી ઝડપાતાં દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
Dec 5,2021, 18:45 PM IST

Trending news