ઓનલાઈન છેતરપીંડીથી કમાયેલા રૂપિયા પણ થાય છે રોકડા, આ આરોપી વિશે જાણીને આશ્ચર્ય થશે!

સાયબર ક્રાઇમ બ્રાંચે અટકાયત કરેલ આરોપી રોશન રાજ ઉર્ફે સુનિલ પ્રસાદ મૂળ બિહારનો રહેવાસી છે અને દિલ્હીમાં છૂટક મજૂરી કરે છે. પરંતુ પોતાના ગામમાં રહેતા સાયબર ફ્રોડ ગેંગના સંપર્કમાં આવી પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા આપ્યું હતું.

ઓનલાઈન છેતરપીંડીથી કમાયેલા રૂપિયા પણ થાય છે રોકડા, આ આરોપી વિશે જાણીને આશ્ચર્ય થશે!

મૌલિક ધામેચા/અમદાવાદ: રાજ્યમાં હવે છેતરપીંડીના કેસ વધી રહ્યા છે, ત્યારે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપની ડીલરશીપ આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપીંડી કેસમાં સાયબર ક્રાઇમ બ્રાંચે વધુ એક આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીએ ઠગાઈના પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જેના બદલે આરોપીને 4 ટકા કમિશન પેટે પૈસા મળ્યા હતા. જો કે આ કેસનો મુખ્ય આરોપી પોલીસ પકડથી હજી દૂર છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સાયબર ક્રાઇમ બ્રાંચે અટકાયત કરેલ આરોપી રોશન રાજ ઉર્ફે સુનિલ પ્રસાદ મૂળ બિહારનો રહેવાસી છે અને દિલ્હીમાં છૂટક મજૂરી કરે છે. પરંતુ પોતાના ગામમાં રહેતા સાયબર ફ્રોડ ગેંગના સંપર્કમાં આવી પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા આપ્યું હતું. જેના બદલે આરોપી રોશનને 4 ટકા લેખે પૈસા મેળવતો હતો. 

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બદલાયા, ગુજરાતમાં 7 સિનિયર IAS અધિકારીઓની બદલી

જો ઘટનાની વિગતવાર વાત કરીએ તો ઓક્ટોબર મહિના 2021માં ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપની ડીલરશીપ આપવાના બહાને 39 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદ નોંધાઇ હતી. જેમાં અગાઉ નીતીશ રાજા ઉર્ફે સુભાષ પ્રસાદની ધરપકડ કરી હતી, જેને પણ પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા માટે આપ્યું હતું. સાયબર ક્રાઇમ બ્રાંચે પકડેલ આરોપી રોશન રાજ ઉર્ફે સુનિલ પ્રસાદ પોતાના ચાર બેંક એકાઉન્ટ વાપરવા આપ્યા હતા. ચિટિંગના પૈસા જમા થયા બાદ એટીએમ વિડ્રો કરી આપી 4 ટકા પેટે કમિશન મેળવ્યું હતું.

આ કેસમાં ચિટિંગના 39 લાખ રૂપિયા કુલ આઠ જેટલા બેંક એકાઉન્ટ જમા થયા હતા.જે બન્ને આરોપી સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે પરંતુ આ કેસના માસ્ટર માઈન્ડ ફરાર મુખ્ય આરોપી સન્ની,શંકર અને તેનો મિત્ર રાહુલ છે.જે બિહારના નાલંદા જિલ્લાના ઝોર ગામના વતની છે. સાથે જ પકડાયેલ આરોપીઓ એક જ ગામના છે.

ઓનલાઈન ફ્રોર્ડ કરનાર મુખ્ય 3 આરોપીઓ હજી સાયબર ક્રાઇમ બ્રાંચની પકડથી દુર છે..ત્યારે બીજી તરફ પોલીસે પણ ફેક વેબસાઈટ ડેવલોપ કરનારા આરોપીઓની તપાસ શરૂ કરી છે..ત્યારે પકડાયેલ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news