ગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે! આ દ્રશ્યો છે તેના પુરાવા

અમદાવાદના નગરજનો અને વાહનચાલકોને વગર ટ્રેનિંગે ચંદ્રની સપાટી પર મોકલતા અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો કેટલા હોશિયાર છે તે તમે જોઈ શકો છો. તમે આ દ્રશ્યો જુઓ એ દ્રશ્યો મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયામાં આવતા ગોતાના છે.

ગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે! આ દ્રશ્યો છે તેના પુરાવા

Ahmedabad Hevay Rains: અમદાવાદ મહાનગર છે, પણ આ મહાનગરમાં સામાન્ય વરસાદમાં જ લોકો હાલ બેહાલ થઈ જાય છે. ઠેર ઠેર પાણી ભરાઈ જાય, જ્યારે પાણી ઓસરે ત્યારે ભૂવા પડી જાય અને રોડ પર તો ચાલવું એટલે કમરનો દુઃખાવો પાક્કો. અમદાવાદના રોડ પર એટલા ખાડા પડી જાય છે કે તમે પૃથ્વી નહીં પણ ચંદ્ર પર હોવ તેવો અહેસાસ થાય. અત્યાર હાલ કંઈક આવી જ દશા છે. ક્યાં કેવા છે ખાડા?

દેશના સૌ નાગરિકો અવકાશયાત્રી નથી બની શક્તા અને ન તો તમામ લોકો ચંદ્રની ધરતી પર પગ મુકી શક્તા. હા, અમેરિકાના નીલ આર્મસ્ટ્રૉંગનું આ નસીબ હતું પરંતુ જો તમારે પણ ચંદ્ર પર જવું હોય અને ચંદ્રની સપાટી જોવી હોય તો અમદાવાદ આવી જજો. ગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે. પૃથ્વી પર તમને ચંદ્રની મજા મળી જશે અને તે પણ એકદમ મફતમાં, કારણ કે અમદાવાદના ભ્રષ્ટ સત્તાધીશો અને કૌભાંડી કોન્ટ્રાક્ટરોએ જે રોડ બનાવ્યા છે તે ચંદ્રની સપાટીથી કમ નથી. અમદાવાદના અલગ અલગ ત્રણ વિસ્તારના આ દ્રશ્યો તમને અમદાવાદમાં રોડની કેવી દુર્દશા છે તેના પુરાવા આપી રહ્યા છે.

અમદાવાદના નગરજનો અને વાહનચાલકોને વગર ટ્રેનિંગે ચંદ્રની સપાટી પર મોકલતા અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો કેટલા હોશિયાર છે તે તમે જોઈ શકો છો. તમે આ દ્રશ્યો જુઓ એ દ્રશ્યો મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયામાં આવતા ગોતાના છે. આ જ ગોતા વિસ્તાર લોકસભામાં ગાંધીનગરમાં આવે છે. એટલે કે અહીંથી જ અમિત શાહ ચૂંટાઈને દેશની સંસદમાં પહોંચ્યા છે અને હાલ ગૃહમંત્રી છે. બન્ને મોટા નેતાના આ વિસ્તારની AMCના સત્તાધીશોએ કેવી દુર્દશા કરી છે તે તમે જોઈ શકો છો. અહીં વાહન ચાલકો ડાન્સ કરે છે, ડાન્સ કર્યા બાદ સીધા જ ઓર્થોપેડિક પાસે પહોંચે છે. કારણ કે આ રોડ પરથી પસાર થયા એટલે કમરનો દુઃખાવો સો ટકા પાકો....

ગાંધીનગર લોકસભામાં જ આવતો અમદાવાદનો વધુ એક વિસ્તાર એટલે ત્રાગડ. ઔડા હસ્તકનો આ રિંગરોડ પણ તમે જોઈ જ લો. અહીં ખાડાની સાઈઝ જોઈ તમને લાગશે રોડ પર ડિઝાઈનિંગ માટે સ્પેશિયલ ખાડા પાડવામાં આવ્યા છે. ઓડાના ખાડાએ અહીં NHAI અને AMCને પણ પાછળ પાડી દીધી છે. ઓડાથી તો જાણે શરત મારી હોય તેમ અમારાથી મોટા ખાડા બીજે ક્યાંય ન હોવા જોઈએ. ત્રાગડના અંડરપાસમાં વાહનચાલકોની કમર તુટી રહી છે, હાડકા ભાગી રહ્યા છે. વાહનો ભંગાર થઈ રહ્યા છે પણ આ જીવલેણ ખાડાનો કોઈ ઉકેલ કાઢવામાં અધિકારીઓને રસ નથી.

નેશનલ હાઈવે ઓથોરિટી હોય કે અમદાવાદ કોર્પોરેશન કે પછી ઓડા. અહીં બેઠેલા અધિકારીઓ અને સત્તાધીશો એસીની માત્ર ઠંડી હવા ખાય છે, સરકારી વાહનોમાં આંટાફેરા મારે છે અને પ્રજાના ટેક્ષથી મળતા પગારથી તાગડધિન્ના કરે છે. જે પ્રજા તેમનો પગાર કરે છે તે જ પ્રજાનું કામ કરવામાં તેમને કોઈ જ રસ નથી.  જો રસ હોત તો પછી અમદાવાદમાં જ્યાં ચંદ્રની સપાટી બની છે તેને ફરી પૃથ્વીની સપાટી બનાવી દેતાં પણ ના, આ બાબુઓને તો ટેબલ નીચેથી મળતી કાળી કમાણીમાં જ રસ છે પછી જનતાનું જે થવું હોય તે થાય.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news