વાયરલ વીડિયોથી ગુજરાતમાં ખળભળાટ! સુરતમાં બાંધકામ સાઈટ પર મજૂરોને દોડાવી દોડાવીને માર્યા

બાંધકામના સાઇટ પર સેંટિંગ કામ બાબતે કોન્ટ્રાક્ટરો અને મજૂરો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ત્રણ કોન્ટ્રાક્ટરોએ મજૂરોને માર માર્યા હતા. જેનો વીડિયો પણ સોસિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે આ મામલે મજૂરોને માર મારનાર 2 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી છે.

વાયરલ વીડિયોથી ગુજરાતમાં ખળભળાટ! સુરતમાં બાંધકામ સાઈટ પર મજૂરોને દોડાવી દોડાવીને માર્યા

પ્રશાંત ઢીવરે/સુરત: ઉધના બસ ડેપો પાસે કોમર્શિયલ કન્સ્ટ્રક્શનનું બાંધકામ ચાલી રહ્યું છે. બાંધકામના સાઇટ પર સેંટિંગ કામ બાબતે કોન્ટ્રાક્ટરો અને મજૂરો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ત્રણ કોન્ટ્રાક્ટરોએ મજૂરોને માર માર્યા હતા. જેનો વીડિયો પણ સોસિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે આ મામલે મજૂરોને માર મારનાર 2 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી છે.

કોન્ટ્રાક્ટર હાથમાં લાકડી લઈ મજૂરોને દોડાવી દોડાવીને માર્યા
સુરત શહેરમાં અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં મજૂરો કામ અર્થ આવે છે. મજૂરોને સેફટીના સાધનો ન આપવાના કારણે કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી બાંધકામ સાઈટ પર કામ કરતા કરતા મજૂરોના મોત નિપજતા હોય છે. ત્યારે આવામાં ઉધના ખાતે સામાન્ય બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને માર મારતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. કોન્ટ્રાક્ટર હાથમાં લાકડી લઈને મજૂરોને દોડાવી દોડાવીને મારતા નજરે પડી રહ્યા છે.

કોન્ટ્રાક્ટરો અને મજૂરો વચ્ચે થઈ હતી તકરાર 
સમગ્ર ઘટનાની જાણ ઉધના પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે ભોગબનનાર જુબેર આલમની ફરિયાદ લઈ કોન્ટ્રાક્ટરોને પકડી પડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઉધના બસ ડેપો પાસે કોમર્શિયલ કન્સ્ટ્રક્શનનું બાંધકામ ચાલી રહ્યું છે. બાંધકામના સાઇટ પર સેંટિંગ કામ બાબતે કોન્ટ્રાક્ટરો અને મજૂરો વચ્ચે તકરાર થઈ હતી. ત્રણ કોન્ટ્રાક્ટરોએ મજૂરોને માર માર્યો હતો. પોલીસે આ મામલે ત્રણ આરોપી પૈકી ધનંજય સિંહ, અરવિંદ નામના કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. પોલીસ પકડથી ભાગી ગયેલ અજયસિંહની શોધખોળ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news