Chief of defence staff News

કોરોના વોરિયર્સનો આભાર: IAF ફ્લાઇટ પાસ્ટ કરશે, કોવિડ હોસ્પિટલ પર આર્મી બેન્ડ પર્ફોમ
કોરોના યોદ્ધાઓના સન્માનમાં ભારતીય વાયુસેના 3 મેના રોજ 2 ફ્લાઇટ પાસ્ટ કરશે. એક ફ્લાઇટ પાસ્ટ શ્રીનગરથી ત્રિવેન્દ્રમ અને બીજુ ડિબ્રુગઢથી કચ્છની વચ્ચે થશે. તેમાં ટ્રાન્સપોર્ટ અને ફાઇટર એરક્રાફ્ટનો સમાવેશ થશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કરી હતી. બિપિન રાવતે જણાવ્યું કે, ફ્લાઇટ પાસ્ટ દરમિયાન તે હોસ્પિટલ પર હેલિકોપ્ટરથી ફુલ વરસાવશે, જે કોરોના વાયરસનાં દર્દીઓની સારવાર કરી રહી છે. આ સાથે જ ત્રણેય સેનાઓ આ દિવસે પોલીસ મેમોરિયલ અંગે ફુલ ચડાવશે. આર્મી લગભગ દરેક જિલ્લામાં કોવિડ હોસ્પિટલ પાસે માઉન્ટેડ બૈંડ પર્ફોમન્સ આપશે.
May 2,2020, 0:28 AM IST

Trending news